ભારતીય સ્ટેટ બેંકમાં સ્પેશ્યાલીસ્ટ કેડર ઓફિસરની ભરતી માટે જાહેરાત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-05-2022

બેંકની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ભારતીય સ્ટેટ બેંકમાં નોકરી કરવાની સુવર્ણ તક ઉભી થઈ છે. એસબીઆઈમાં સ્પેશ્યાલીસ્ટ કેડર ઓફિસ (એસસીઓ)ની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. જાહેર કરાયેલી જાહેરાત મુજબ એસબીઆઈના વિભાગમાં આસીસ્ટન્ટ જનરલ મેજેર (એજીએમ), મેનેજર અને ડેપ્યુટી મેનેજરની જગ્યાઓ માટે ભરતી હાથ ધરવામાં આવશે. કુલ પોસ્ટ 30 છે. એસબીઆઈ એસસીઓ ભરતી પ્રક્રિયા 12 જૂન 2022 સુધી ચાલુ રહેશે. રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો કે જેઓ બેંકમાં નોકરી કરીને તેમની કારકિર્દી બનાવવા માંગે છે.

તેઓ આ પરીક્ષા આપી શકે છે તેના માટે એસબીઆઈની વેબસાઈટ તબશ.ભજ્ઞ.શક્ષ પર જઈ અરજી કરી શકે છે. અરજી કરવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોએ 750 રૂપિયા ફી ચુકવવાની રહેશે. અરજી ફીની ચૂકવણી ઓનલાઈન કરવાની રહેશે. એસસી/એસટી અને અલગ વિકલાંગ ઉમેદવારો માટે ફીમાં છૂટછાટની જોગવાઈ છે. આ અપોઈન્ટમેન્ટ નિયમિત રીતે થશે. પસંદ કરાયેલા ઉમેદવારોને મુંબઈ, બેંગ્લોર અથવા વડોદરામાં પોસ્ટીંગ આપવામાં આવશે. ઉમેદવારોની પસંદગી શોર્ટલિફટીંગ અને ઈન્ટરવ્યુના આધારે થશે.