લોઅર ડિવિઝન ક્લાર્કની જગ્યાઓ માટે મંગાવાઈ અરજીઓ, 10મું પાસ કરી શકે છે અરજી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-05-2022

ભારતીય વાયુસેના (IAF)એ એરફોર્સ રેકોર્ડ ઓફિસમાં ગ્રુપ સી સિવિલિયન પોસ્ટ પર ભરતી માટે નોટિફિકેશન (Recruitment to the post of Group ‘C’ Civilian post) બહાર પાડ્યું છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારો રોજગાર સમાચારમાં આ જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 30 દિવસની અંદર (21 જૂન 2022) નિયત ફોર્મેટ દ્વારા આ પોસ્ટ પર અરજી કરી શકે છે.

ઉમેદવારોએ તેમની અરજીઓ અને દસ્તાવેજો ‘પ્રિસાઇડિંગ ઓફિસર, સિવિલિયન રિક્રૂટમેન્ટ બોર્ડ, એરફોર્સ રેકોર્ડ ઓફિસ, સુબ્રતો પાર્ક, નવી દિલ્હી -110010’ પર મોકલવાની રહેશે.

મહત્વની તારીખો:

અરજી કરવાની છેલ્લી તારીખ રોજગાર સમાચારમાં આ જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 30 દિવસ (21 જૂન 2022) છે.

ખાલી જગ્યાની વિગતો

આ ભરતી અભિયાન હેઠળ ગ્રુપ સી સિવિલિયનની 5 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.

વયમર્યાદા

28 નવેમ્બર, 2021 મુજબ આ પોસ્ટ્સ માટે વયમર્યાદા 18-25 વર્ષ છે. અનામત વર્ગના ઉમેદવારોના કિસ્સામાં વયમાં છૂટછાટ લાગુ પડે છે.

યોગ્યતા માપદંડ

શૈક્ષણિક લાયકાતઃ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 12મું ધોરણ પાસ; અંગ્રેજીમાં 35 wpm અથવા કમ્પ્યૂટર પર હિન્દીમાં 30 wpmની ટાઇપિંગ સ્પીડ (35 wpm અને 30 wmp 10500 KDPH/9000 KDPHને અનુરૂપ છે, જે દરેક શબ્દ માટે સરેરાશ 5 કી ડિપ્રેશન છે)