લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા બર્ડ કેર પ્રોજેકટ કરવામાં આવ્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-05-2022

પક્ષીઓ માટે આ કાળજાળ ગરમીમાં રાહત આપવા માટે પક્ષીઓની ક્ષુધા અને તરસ છીપે તે ભાવનાથી શનાળા રોડ ઉપર આવેલા શ્રી સત્યેશ્ર્વર મહાદેવ મંદિરની પવિત્ર જગ્યામાં પક્ષીઓ માટે 500 નંગ પાણી પીવાના કુંડા અને 500 નંગ ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જેમાં લાયન્સ કલબ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છનાં દ્વિતિય વાઈસ ગવર્નર લા. રમેશ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સીટીના પ્રેસિડેન્ટ ટી.સી.ફૂલતરિયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી નાનજીભાઈ, પ્રોજેકટ ચેરમેન જીજ્ઞેશ કાવર, પાસ્ટ પ્રેસિડેન્ટ ભીખાભાઈ, લા.હરખજીભાઇ સુવારિયા, લા.એ.એસ.સુરાણી, લા.મહાદેવભાઈ ચિખલિયા, લા.મહાદેવભાઈ ઊંટવાડિયા, લા.મણીલાલ કાવર, લા. પ્રાણજીવન રંગપરીયા, તેમજ શતેસ્વર મહાદેવ મંદિરના પૂજારી સહીતનાઓએ હાજર રહીને સેવા પરમો ધર્મ અને સેવા એ જ કર્તવ્ય એવા ભાવ સાથે આ પ્રોજેકટ પૂર્ણ કર્યો હતો.આ પ્રોજેકટના સૌજન્ય દાતા તરીકે લા.હરખજીભાઇ સુવારિયા (ટોબરિયા હનુમાનજી ગૌશાળાના સંચાલક) એ સેવા આપી હતી.