હળવદના કારખાનાની દિવાલ વાવાઝોડામાં પણ પડી હતી: ગુનાહિત બેદરકારી ખુલી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-05-2022

હળવદ જીઆઇડીસી માં દિવાલ ધરાશાયી થતા 12 શ્રમિકોના કરૂણ મોત બનેલી દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ત્રણ દિવસમાં અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે. આ દુર્ઘટનામાં એક જ પરિવારના છ સભ્યો તેમજ અન્ય પરિવાર ના આધારસ્તંભ એવા પિતા .પુત્ર અને માસૂમ બાળકનું મૃત્યુ થયું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હળવદની જી.આઇ.ડી.સી માં દિવાલ ધસી પડવાની દુર્ઘટનાને કારણે જાન ગુમાવનારા શ્રમિકો પ્રત્યે હ્વદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરી આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમિકના વારસદારને 2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત પણ કરી છે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તમામ કામ અધૂરા મૂકી તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર આવી મૃત્યુ પામેલા ના પરિવારજનોને શાંત્વના પાઠવી હતી. અને આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમિકના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત પણ કરી છે.

આ ઘટનાની જાણકારી મળતાં જ તેમણે મોરબી જિલ્લા કલેકટર અને તંત્રવાહકોને તાત્કાલિક બચાવ-રાહત કામગીરી માટે સૂચનાઓ આપી હતી શ્રમ રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા અને મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાશનાથન પણ મુખ્યમંત્રી સાથે જોડાયા હતા હળવદ જીઆઈડીસીમાં સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનાની દીવાલ તૂટતા ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અહી કામ કરતા 13 થી વધુ શ્રમિકો દટાઇ ગયા હતા જેને પગલે જેસીબી અને હીટાચી મશીન દ્વારા કાટમાળ હટાવીને કાટમાળ હેઠળ દબાયેલ લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં 12 શ્રમિકોના મોત થયા હતા તેમજ અન્ય ઈજાગ્રસ્ત ને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવની જાણ થતા હળવદ ફાયર ટીમ, હળવદ મામલતદાર અને પોલીસની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી આ ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકો મૂળ વાગડ કચ્છ અને ઘણા વર્ષોથી પેટિયું રળવા માટે હળવદ જીઆઇડીસી માં મજુરી કામ કરી રહ્યા હતા હળવદ જીઆઇડીસી માં જે ઘટના બની છે તે સાગર સોલ્ટ જે મીઠું પેકિંગ કરી વેચાણ કરી 2009 થી શરૂઆત કરી હતી. તે કારખાના ની અંદર 40થી 50 લોકો મજુરી કામ કરી રહ્યા છે જે સમય દિવાલ પડી ત્યારે જમવાનો કારણે ટાઈમ હોવાના કારણે અન્ય શ્રમિકો ત્યાં હાજર હતા નહીં જેના કારણે આ મૃત્યુ આંક અહીં જ અટકી ગયો હતો નહીં તો હજુ પણ મૃત્યુઆંક વધુ હોત.

હળવદ જીઆઇડીસી માં મીઠાના કારખાના માં જે દિવાલ પડી છે તે દિવાલ 20 ફૂટ ઉંચી અને 40 ફૂટ પહોળી દીવાલ હતી જેનું બાંધકામ કોઈપણ જાતના કોલમ બીમ વગરનું હતું. આ જ દીવાલ થોડા સમય પહેલા આવેલા વાવાઝોડામાં પડી હતી પરંતુ ત્યારે સદ્ ભાગ્યે કોઇ દુર્ઘટના ઘટી ન હોવાથી પરંતુ ત્યારે પડી હોવા છતાં કોઈપણ જાતની પરવા કર્યા વગર લોકોના જીવ જોખમમાં મૂકી ફરીથી આ દીવાલ ચણવામાં આવી હતી જેના કારણે આજે આ ગોઝારી દુર્ઘટના ઘટી હતી દિવાલ પડવાનો બનાવ બન્યો છે.

અન્ય શ્રમિકો એવું જણાવ્યું હતું કે આ દીવાલ માં કોઇપણ જાતનો સપોર્ટ ન હોવાને કારણે તેમજ તેની પાછળના ભાગમાં મીઠું પેક કરેલી બેગ નો ખડકલો કરેલ હતો જેના વજનના કારણે દીવાલ પડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે હળવદ શહેરના ઈતિહાસમાં આ સૌથી મોટી દુ:ખદ ગોજારી ઘટનામાં મૃત્યુ પામેલા સદ્ગતની અંતિમયાત્રા.

આ દુર્ઘટનામાં પ્રધાનમંત્રી તેમજ મુખ્યમંત્રી દ્વારા સહાય જાહેર કરવામાં આવી પરંતુ આ સાથે મૃતક લોકોના પરિવારજનોને આ બનેલી ઘટનામાં ન્યાય મળશે કે કેમ ? કયા કારણોસર આવી મોટી દુર્ઘટના બની ? તેમજ આ મૃતકોમાં બાળકો પણ છે તો આ બાળકો કારખાનામાં મજૂરી કામ માટે હતા કે કેમ? આ સહિતના ઘણા બધા એવા પ્રશ્ર્નો છે આ બનાવમાં ન્યાયિક તપાસ થશે કે પછી ભીનુ સંકેલાઇ જશે.