મોરબીમાં રામધન આશ્રમ ખાતે બાળ વિદુષી રતનબેનની ચાદરવિધિ પ્રસંગ ઉજવાયો

સંતો-મહંતો, વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યાં

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-02-2022

મોરબીમાં સેવા અને સદભાવનાના ધામ તરીકે જાણીતા મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી બેનના શિષ્યા એ બાળવિદુષી રતનબેન (રત્નેશ્વરીબેન) એ જેને માત્ર 9 વર્ષની ઉંમરે પ્રથમ રામકથાનું વાંચન કર્યું હતું .બાળ ઉંમરે જ તેને સંસારની મોહ-માયા મૂકી સમસ્ત જીવોના લોકકલ્યાણ અર્થે ધર્મનો પ્રચારને સેવા સદભાવનાના કાર્યો કરવાનો જીવનમંત્ર બનાવી તેનું જીવન સમર્પિત કરી દીધું હતું મોરબી રામધન આશ્રમ ખાતે યોજાયેલ બાળવિદુષી રતનબેન ના મધુર કંઠે યોજાયેલ રામદેવ રામાયણ કથામાં તારીખ 18-02 ના રોજ બાળવિદુષી રતનબેન ની ચાદરવિધિ (દીક્ષાગ્રહણ) પ્રસંગ ધામધૂમથી સંતો મહંતો વિવિધ સંસ્થાના આગેવાનો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં

મહામંડલેશ્વર દુર્ગાદાસજી મહારાજ સાયલા, સાધુ સમાજના આગેવાનો રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિત કિશોરભાઈ ચીખલિયા જીગ્નેશભાઈ કૈલા, જ્યોતિસિંહ આગેવાનોની હાજરીમાં પ્રસંગ ઉજવાયો હતો બાળવિદુષી રતનબેન એ દીક્ષા ગ્રહણ કરી તેની ખુશીમાં વિવિધ સંસ્થાને સંગઠનો આગેવાનો અને ભકતગણોએ શાલ ઓઢાડી સન્માન કર્યું. આ પ્રસંગે બાળવિદુષી રતનબેન એ દીક્ષા ગ્રહણ કરતા તેના પિતા નાથાભાઈ માતા અનુબેનની એક આંખમાં દીકરીને લગ્ન સમયે આપતી વિદાયની જેમ આસુ નો વરસાદ વરસી રહ્યો હતો તો બીજી આંખમાં તેની દીકરી એ નાની ઉંમરે સમસ્ત જીવોના કલ્યાણમાં દીક્ષા ગ્રહણ કરી તેનું ગૌરવને ખુશીના આંસુઓ સરી રહ્યા હતા.