મોરબી: ત્રિમંદિરે તસ્કરોની ટુકડી ત્રાટકી : સિક્યોરિટી ગાર્ડનું માથું ફોડી નાખ્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-02-2022

મોરબીના ત્રિમંદિરે ગઈ મોડી રાત્રીના તસ્કરોની ગેંગ ત્રાટકી હતી. ત્યારે સિક્યોરિટી ગાર્ડ જયંતીભાઈ ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે તેમને ટોર્ચ લાઈટ સાથે કોઈ શખ્સ આંટાફેરા કરતો દેખાતા તુરંત દોડી આવ્યા હતા. જ્યાં

આ તસ્કરોની ટુકડી એ તેમની પર જાનલેવા હુમલો કર્યો હતો અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી.

આ તમામ ઘટનાનું સી.સી.ટી.વી. માં રેકોર્ડિંગ થયેલ છે.

સમગ્ર બનાવની જાણ મોરબી પોલીસને કરી ફરિયાદ કરી દેવામાં આવી છે. ત્યારે મોરબી શહેરની સુરક્ષા અંગે વધુ એક પડકાર તસ્કરોએ ફેંક્યો છે. જોવાનું એ રહ્યું કે કેટલા સમયમાં તે પોલીસના હાથે ઝડપાય છે.