તલાટી કમ મંત્રીની ભરતીને લઈને મહત્વની જાહેરાત, ફોર્મ ભરવાની મુદતમાં વધારો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-02-2022

તલાટી કમ મંત્રીની ભરતી (Gujarat Talati Bharati)ને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે કે જેમાં ઉમેદવારો હવે તારીખ 15 ફેબ્રુઆરીને બદલે તારીખ 17મી ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે. આમ, તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ફી ભરવાની મુદત તારીખ 21મી ફેબ્રુઆરી સુધી લંબાવાઈ છે.

તલાટી કમ મંત્રીની ભરતી (Gujarat Talati Bharati)ને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે કે જેમાં ઉમેદવારો હવે તારીખ 15 ફેબ્રુઆરીને બદલે તારીખ 17મી ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે. આમ, તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ફી ભરવાની મુદત તારીખ 21મી ફેબ્રુઆરી સુધી લંબાવાઈ છે. બ્રિજેશ મેરજાએ આ મુદ્દે વાત કરતા જણાવ્યું કે ઉમેદવારોને ફોર્મ ભરવામાં નડી રહેલી સમસ્યાને દૂર કરવા માટે તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.

રાજ્યમાં તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવાની તારીખમાં રાજ્ય સરકારે બે દિવસ વધારવા માટેની જાહેરાત કરી છે. તલાટીના ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 15મી ફેબ્રુઆરી હતી. પરંતુ, હવે તલાટીના ફોર્મ ભરવાની તારીખમાં 2 દિવસનો વધારો કરાયો છે એટલે કે તલાટીના ઉમેદવારો તારીખ 17 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે. જ્યારે 21 ફેબ્રુઆરી સુધી ફી ભરવાામાં આવશે. રાજ્યમાં તલાટી કમ મંત્રીની 3 હજાર કરતા વધારે જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તારીખ 28 જાન્યુઆરીથી તલાટી કમ મંત્રીના ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ભરતી અંગેના ફોર્મ https://ojas.gujarat.gov.in/ પરથી ભરી શકાશે. હવે તારીખ 17મી ફેબ્રુઆરી સુધી તલાટીના ફોર્મ ભરી શકશે. આમ, તલાટીના ફોર્મ ભરવાની મુદતમાં 2 દિવસનો વધારો કરવામાં આવ્યો છે.