મોરબીના જલારામ મંદિરમાં યોજાયેલ નેત્રયજ્ઞનો લાભ લેતા 340 દર્દીઓ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-12-2021

રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની 4 તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજવામાં આવે છે જેમાં આજે 340 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો તે ઉપરાંત 197 લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામા આવશે.

રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી કેમ્પમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કેમ્પને સફળ બનાવવા જલારામ સેવા મંડળ, જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી.