હવે વોટએસપથી આઈપીઓમાં કરી શકાશે રોકાણ

બ્રોકરેજ ફર્મ અપસ્ટોક્સે શરૂ કરી નવી સુવિધા: વોટસએપથી જ ડિમેટ ખાતું પણ ખોલાવી શકાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-12-2021

આઈપીએમાં પોતાના પૈસા લગાવતી વખતે મુશ્કેલીનો સામનો કરનારા લોકોની સમસ્યાને દૂર કરવા માટે ઑનલાઈન બ્રોકરેજ કંપનીએ એક અનોખી પહેલ કરી છે. ઑનલાઈન બ્રોકરેજ અપસ્ટોક્સે કહ્યું કે તે રોકાણકારોને આરંભિક સાર્વજનિક નિર્ગમ (આઈપીઓ0માં રોકાણ કરવા અને વોટસએપના માધ્યમથી ડિમેટ ખાતું ખોલવાની અનુમતિ આપશે. અત્યારના સમયમાં અનેક કંપનીઓ પોતાના આઈપીઓ લોન્ચ કરી રહી છે આવામાં આઈપીઓમાં રોકાણ કરનારા લોકો પાસે પણ ઘણા વિકલ્પો રહેલા છે પરંતુ ઘણી વખત એવું જોવા મળે છે કે લોકોને આઈપીએલમાં પૈસા રોકવા બદલ અડચણોનો સામનો કરવો પડે છે. આવામાં અપસ્ટોક્સની આ પહેલ લોકોની મુશ્કેલી દૂર કરવામાં મદદગાર સાબિત થશે.

કંપનીએ પોતાના એક નિવેદનમાં એવું કહ્યું છે કે કંપનીનો લક્ષ્યાંક નાણાકીય વર્ષ 2022ના અંત સુધી પોતાના ગ્રાહકના આધારે અત્યારના 70 લાખથી વધારીને એક કરોડ કરવાનો છે. કંપનીએ ઑક્ટોબર-2021માં પોતાના ગ્રાહક આધારમાં 1 મિલિયનનો વધારો કર્યો છે. અપસ્ટોક્સ કંપની વોટસએપના માધ્યમથી આઈપીઓમાં રોકાણ કરવા માટે એન્ડ ટુ એન્ડ સુવિધા પૂરી પાડે છે. ખાતું ખોલવાની પ્રક્રિયાને સરળ બનાવીને ગ્રાહકોને સશક્ત બનાવે છે. આ સુવિધાની સૌથી વધુ ખાસ વાત એ છે કે તમામ રોકાણકારો પછી તે અપસ્ટોક્સ સાથે રજિસ્ટર્ડ હોય કે નહીં તે હવે આવેદનપત્ર દરમિયાન કોઈ પણ સમયે વોટસએપ ચેટ વિન્ડોમાંથી બહાર નીકળ્યા વગર જ કોઈ પણ આઈપીઓનું સભ્યપદ લઈ શકે છે.

આ એકીકરણ સાથે અપસ્ટોક્સનો લક્ષ્યાંક આઈપીઓ એપ્લીકેશનમાં પાંચ ગણી વૃદ્ધિ હાંસલ કરવાનો છે. અપસ્ટોક્સના સહ સંસ્થાપક શ્રીનિ વિશ્ર્વનાથે કહ્યું કે ભારતમાં પોતાના ગ્રાહક આધારને વધુ મજબૂત કરવા અને વધુમાં વધુ યુવાઓને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી અમે વોટસએપ સાથે ભાગીદારી કરી છે. અમારી આ સુવિધાને મોટાપાયે દેશભરના યુઝર્સ દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ અમારી ભાગીદારી નવા રોકાણકારો માટષ એક સુવિધાના રૂપમાં કામ કરશે અને રોકાણને એક સરળ, સુલભ અને સહજ અનુભવ બનાવવામાં સહયોગ કરશે.