મોરબી : એ.પી.એમ.સી. અને ગ્રીનવેલી સ્કૂલ ખાતે રાષ્ટ્રીય એકતા રેલીનું ભવ્ય સ્વાગત કરાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-10-2021

રાષ્ટ્રીય એકતાના પ્રણેતા સરદાર વલ્લભભાઇ પટેલના સંસ્મરણો અને દેશદાઝને આવનારી પેઢીમાં જીવંત રાખવા ડીવાયએસપી બી.એમ. દેસાઇના નેતૃત્વ હેઠળ યોજાયેલી રાષ્ટ્રીય એકતા બાઈક રેલી માળીયાથી મોરબી શહેરમાં પહોચી હતી જિલ્લાના વિવિધ સ્થાનો પર નગરજનો અને ગ્રામજનો ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા પુષ્પવર્ષા બાઈક રાઈડરોનું મનોબળ વધારવામાં આવ્યું હતું એ.પી.એમ.સી. ખાતે યોજાયેલ સન્માન અને સ્વાગત કાર્યક્રમમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા, હળવદના ધારાસભ્ય પરષોત્તમભાઇ સાબરીયા, એપીએમસીના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મહામંત્રી જયુભા જાડેજા, નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સહિતના હાજર રહ્યા હતા.

આ ઉપરાંત રેલીનું ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કુલ, લજાઇ ચોકડી ખાતે પણ રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે જીલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટના આચાર્ય રામદેવ શાસ્ત્રી, ડિવાયએસપી હર્ષ ઉપાધ્યાય, માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયા, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયા, કિરીટભાઈ, દિનેશભાઈ, રૂપસિંહ સહિતના હાજર રહ્યા હતા. આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે જિલ્લા પોલીસવડા એસ.આર. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી રાધિકાબેન ભારાઈની સૂચન મુજબ કામગીરી કરવામાં આવી હતી