Modi સરકાર રાત્રે 11:30 થી સવારના 6 વાગ્યા સુધી બંધ રાખશે WhatsApp? જાણો શું છે હકિકત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-10-2021

Social Media પ્લેટફોર્મ્સ પર એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકારે રાત્રિના સમય દરમિયાન WhatsApp ને સંસ્પેંડ કરવાનો આદેશ આપ્યો છે. PIB એ તેની હકિકત દેખાડી છે.

એક વાયરલ Whattsapp મેસેજ આ દાવો કરી રહ્યું છે કે ભારત સરકાર એ રાત્રિના સમય દરમિયાન એપને સસ્પેંડ કરવાનો આદેશ આપ્યો છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે સરકાર ફેસબુક દ્વારા વિકસિત ઇંસ્ટેંટ મેસેજિંગ એપ્લિકેશન Whattsapp પર રાત્રે 11:30 થી 06:00 વાગ્યાની વચ્ચે કામ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ભ્રામક સંદેશમાં કહેવામાં આવ્યું છે કે જો મેસેજ વધારે યુઝર્સને ફોરવર્ડ નહિ કરવામાં આવે તો યુઝર્સનું એકાઉન્ટ ડીએક્ટીવેટ કરવામાં આવશે.

ખોટો મેસેજ થઇ રહ્યો છે વાયરલ

આ સિવાય, વ્યાપક રૂપથી પ્રસારિત ફેક ન્યુઝમાં એવું કહેવામાં આવ્યું છે કે Whattsapp યુઝર્સના એકાઉન્ટને એક્ટિવ કરવા માટે દર મહિને પૈસા આપવા પડશે.  મેસેજમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે ફોરવર્ડ કરવામાં આવેલા મેસેજમાં બતાવવામાં  આવેલા સ્ટેપ્સને ફોલો કરવાવાળા યુઝર્સ માટે એક નવું અને સુરક્ષિત વોટ્સઅપ એકાઉન્ટ એકટિવેટ થઇ જશે.

હવે પ્રેસ ઇન્ડીયા બ્યૂરો (PIB) એ એક ફેક્ટ ચેક અપડેટ જાહેર કર્યું છે, જેણે બનાવટી ગણાવતાં નકારી કાઢવામાં આવ્યું છે.