મોરબીના વુડન ગણેશની દેશના અનેક રાજ્યોમાં ડીમાન્ડ: કારખાનામાં થતી કલા કારીગરી: બહેનોને બારેમાસ આવક

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-09-2021

ગણેશોત્સવ ઉજવવા જુદાજુદા વિસ્તારોમાં પંડાલોમાં ગણેશજીનું સ્થપાન કરીને પૂજન અર્ચન શરૂ થયા છે ત્યારે મોરબીના લાતીપ્લોટ, રાજપર રોડ સહિતના વિસ્તારમાં આવેલા કારખાનાઓમાં તૈયાર કરવામાં આવતી વુડન ગણેશજીની અવનવી આઈટમો કે જે મહિલાઓને બારે મહિના બનાવતી હોય છે તેને દેશના જુદાજુદા રાજ્યોમાં મોકલાવવામાં આવતી હોય છે એટલે કે, ગણેશજી મહિલાઓને બારે મહિના રોજગારી પૂરી પડે છે.

દુંદાળા દેવ કે જેની મૂર્તિ કે તસ્વીર તમને દરેક રૂપમાં જોવી ગમે છે તેનો ઉત્સવ એટલે કે ગણેશોત્સવ આગા,મી દિવસોમાં શરૂ થયો છે જેથી લોકો ગણેશજીની અવનવી મૂર્તિઓના દર્શન કરવા માટે ગણેશોત્સવના પંડાલોમાં જાય છેે. જો કે, મોરબીના લાતીપ્લોટ, રાજપર રોડ સહિતના વિસ્તારમાં આવેલા નાના નાના કારખાનાઓમાં બારે મહિના વુડન એટલે કે લાકડા ઉપર ગણેશજીની અવનવી ગીફ્ટ આર્ટીકલમાં કોઈને પણ ભેટ આપી શકાય તેવી કૃતિઓ બનાવવામાં આવતી હોય છે જે તૈયાર કરવા માટે લાકડામાંથી ઓછામાં ઓછા પાંચ થી લઈને પંદર સુધીના કટકા કરવામાં આવે છે અને તે નાના નાના પીસ ઉપર પાલીસિંગ અને કલર કામ કર્યા બાદ ફેવિકોલથી એક એક પીસને લાકડાની સીટ ઉપર લગાવવામાં આવે ત્યારે એક ગણેશજીનું પીસ તૈયાર થાય છે. તેવું અમરનાથ વાળા અશોકભાઈ હરિલાલભાઈ વાળાએ જણાવ્યુ છે.

આ અંગે માહિતી આપતા દર્શનભાઈ વાળાએ જણાવ્યુ છે કે, ખાસ કરીને લાકડામાંથી બનતા ગણેશજીના શો પીસમાં લાકડા અને કલરનો જ ઉપયોગ કરવામાં આવે છે તેના પાલીસિંગ અને ફીનીસીંગના કામમાં ખુબ જ કાળજી રાખવી પડે છે કેમ કે થોડું પણ એક પીસ બગડી જાય તો આખું એક નંગ બગાડે છે મોરબી પંથકમાં વુડન ઉપર ગણેશજીની જુદીજુદી 200 થી વધુ મુખાકૃતિ બનાવવામાં આવે છે અને તે શો પીસ તરીકે ભારતના જુદાજુદા રાજ્યોમાં વેચાઈ છે.

શહેરની મહિલાઓને બારે મહિના રોજગારી આપતા ગણેશજીની ડીમાન્ડ સામાન્ય રીતે ગણેશ ચતુર્થી પહેલા નીકળતી હોય છે જેથી મોટાભાગના ઉત્પાદકો દ્વારા કર્નાટક, ઓરિસા, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, મુંબઈ, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને વેસ્ટ બંગાળ સહિતના રાજ્યોના તેમના વેપારીઓ પાસેથી એડવાન્સમાં ઓર્ડર લઈને તેના માટેનું કામ શરુ કરી દેતા હોય છેહિન્દુ દેવી દેવતા તો ઘણા છે પરંતુ તે તમામની એક ચોક્કસ મુખાકૃતિ છે માટે તે તેમાજ સારા લાગે છે જો કે, ગણેશજીની મુખાકૃતિ ગમે તે રીતે સેટ કરો એટલે લોકોને જોવી ગમે જ છે આજની તારીખે મોરબીના લાતીપ્લોટ, રાજપર રોડ વિસ્તારમાં આવલા કારખાનાઓમાં બનાવવામાં આવેતા વુડન ગણેશજીની ગણેશ ચતુર્થી પહેલા તો ડીમાન્ડ હોય જ છે તો બારે મહિના જુદાજુદા રાજ્યોમાં ગણેશજીની મુખાકૃતિ વાળા ગણેશજીના શો પીસની ડીમાન્ડ રહેતી હોવાથી નાની પરંતુ ચોકસાઈ વાળી કામગીરી કરવાથી જુદાજુદા વિસ્તારોમાં રહેતી મહિલાઓને બારે મહિના ગણેશજી રોજગારી આપી રહ્યા છે તે હક્કિત છે.