ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા જૂનાગઢ મુકામે લોકગીત સ્પર્ધા યોજાયી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.7-09-2021

ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંત દ્વારા રાજકોટ વિભાગ તેમજ સોમનાથ વિભાગની બહેનો માટે રાજકોટ તથા જુનાગઢ મુકામે લોકગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું.
આપણી ભાતીગળ સંસ્કૃતિનો વારસો એટલે આપણા લોકગીતો આવી સુરીલી સ્પર્ધામાં રાજકોટ વિભાગમાંથી 6 શાખા તથા સોમનાથ વિભાગમાંથી 7 શાખા મળીને  150 બહેનોએ ઉત્સાહભેર સ્પર્ધામાં ભાગ લીધો હતો.
જેમાં રાજકોટ વિભાગમાંથી પ્રથમ નંબર “નટરાજ નગર શાખા “તથા દ્વિતીય નંબર “રામકૃષ્ણનગર શાખાએ” મેળવ્યો.
સોમનાથ વિભાગમાં પ્રથમ નંબર “સોમનાથ શાખાએ “તથા દ્વિતીય નંબર “ઉપલેટા શાખાએ “તથા તૃતિય નંબર “પોરબંદર શાખાએ” પ્રાપ્ત કરેલો હતો.
સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતના વત્તી બધા જ વિજેતા બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને શિલ્ડ,  બહુરંગી સર્ટીફીકેટ તથા પ્રોત્સાહિત ઇનામ આપી સન્માનિત કર્યા હતા.
પ્રથમ દ્વિતીય તથા તૃતિય વિજેતા ટીમને ટ્રોફી આપી અને વિશેષ મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા તથા બધા જ વિભાગના હોદ્દેદારોએ સાથે મળી આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.
તેમ શ્રીમતી શ્વેતાબેન દક્ષિણી,મહિલા સંયોજીકા, સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત.ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.