ICICIના ગ્રાહકોએ પોતાનાં જ નાણાં કઢાવવા ચાર્જ આપવો પડશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-07-2021

દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેંક 1 ઓગસ્ટથી કેટલાક મોટા ફેરફાર કરવા જઈ રહી છે. 1 ઓગસ્ટથી બેંકના એટીએમમાંથી કેશ ઉપાડવા માટે ચાર્જ ચૂકવવો પડશે. સાથે જ ચેકબુકના નિયમોમાં પણ ફેરફાર થવાનો છે. આઇસીઆઈસીઆઈ બેંક ગ્રાહકોને 4 ફ્રી ટ્રાન્ઝેક્શન આપે છે. 4વાર પૈસા ઉપાડ્યા બાદ તમારે ચાર્જ ચૂકવવો પડશે. તમને જણાવી દઈએ કે, એસબીઆઈ બેંકે 1 જુલાઈથી આવા જ નિયમોમાં બદલાવ કર્યા છે. ચાલો જાણીએ.

1 ઓગસ્ટથી થશે ફેરફાર

1 ઓગસ્ટથી આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રાહકો તેમની હોમ શાખામાંથી 1 લાખ રૂપિયા સુધીની રકમ ઉપાડી શકે છે.

હોમ શાખા સિવાયની અન્ય શાખાઓમાંથી પૈસા ઉપાડવા માટે દરરોજ 25,000 રૂપિયા સુધીની કેશ ઉપાડ માટે કોઈ ચાર્જ નથી.

તે પછી 1000 રૂપિયા ઉપાડવા માટે 5 રૂપિયા ચૂકવવા પડશે.

ચેક બુક પર આટલો ચાર્જ લેવાશે

25 પેજ ચેક બુક મફત હશે.આ પછી તમારે અતિરિક્ત ચેક બુક માટે 10 પાના દીઠ 20 રૂપિયા ચૂકવવા પડશે.

એટીએમ ઇન્ટરચેન્જ ટ્રાન્ઝેક્શન 1 મહિનામાં 6 મેટ્રો લોકેશન પર પહેલાં 3 ટ્રાન્ઝેક્શન ફ્રી હશે.

એક મહિનામાં અન્ય તમામ સ્થળો પર પહેલાં 5 ટ્રાન્ઝેક્શન ફ્રી હશે.20 રૂપિયા પ્રતિ નાણાકીય લેવડદેવડ અને બિન-નાણાકીય લેવડદેવડ પર 8.50 રૂપિયા ચાર્જ આપવો પડશે.