ઈન્ડિયન નેવીએ નાવિકની 350 જગ્યા પર ભરતી બહાર પાડી, એપ્લિકેશન પ્રોસેસ 23 જુલાઈ સુધી ચાલુ રહેશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-07-2021

ઈન્ડિયન નેવીએ નાવિકની 350 જગ્યા પર ભરતી માટે એપ્લિકેશન પ્રોસેસ આજથી એટલે કે 19 જુલાઈથી શરુ કરી છે. આ જગ્યા પર 23 જુલાઈ સુધી અપ્લાય કરી શકો છો. કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષાને આધારે કરવામાં આવશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

જગ્યાની સંખ્યા: 350

લાયકાત : આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ ધોરણ 10 પાસ હોવા જોઈએ. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન સાથે જોડાયેલી વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

ઉંમર: અરજી કરનારા ઉમેદવારનો જન્મ 01-04-2001 થી 30-09-2004 દરમિયાન થયેલો હોવો જોઈએ.

મહત્ત્વની તારીખો:એપ્લિકેશન પ્રોસેસ શરુ થયાની તારીખ: 19 જુલાઈ

અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 23 જુલાઈ

સિલેક્શન પ્રોસેસ: આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા, ફિટનેસ ટેસ્ટ અને મેરિટ લિસ્ટને આધારે થશે.

સેલરી : સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 21,700 રૂપિયાથી લઈને 69,100 રૂપિયાનો પગાર મળશે.

એપ્લિકેશન ફી: અરજી કરનારા કેન્ડિડેટ્સને કોઈ ફી ભરવાની નથી.

આ રીતે અપ્લાય કરો: ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ પોસ્ટ માટે ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોવા નીચે આપેલ લિંક ખોલો

http://www.davp.nic.in/WriteReadData/ADS/eng_10701_7_2122b.pdf?ref=inbound_article?ref=inbound_article?ref=inbound_article