પાન અને આધાર હજુ લિંક નથી કર્યા? ચિંતા ન કરશો, વધારી દેવાઈ છે ડેડલાઈન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-06-2021

પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ સરકારે ત્રણ મહિના માટે આગળ વધારી દીધી છે. એટલ કે હવે નાગરિકો પાસે પાન અને આધાર કાર્ડને લિંક કરાવવા માટે 30 સપ્ટેમ્બર, 2021 સુધીનો સમય રહેશે. આ જાહેરાત નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે શુક્રવારે સાંજે કરી. પહેલા આ ડેડલાઈન 30 જૂન, 2021 સુધી હતી. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા નિર્ધારિત ડેડલાઈન સુધી જો પાન અને આધારને લિંક નહીં કરાય તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. નિષ્ક્રિય પાન કાર્ડ દ્વારા વ્યક્તિ એવા નાણાકીય ટ્રાન્જેક્શન નહીં કરી શકે, જ્યાં પાનનો ઉલ્લેખ કરવો જરૂરી છે. સાથે જ તમારે દંડ પણ આપવો પડશે.

પાન અને આધાર લિંક ન થવા પર 1000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ ઈન્કમટેક્સ એક્ટ, 1961માં જાડાયેલા નવા સેક્શન 234એચ અંતર્ગત કરાઈ છે. સરકારે આવું 23 માર્ચે લોકસભામાં પસાર થયેલા ફાઈનાન્સ બિલ 2021 દ્વારા કર્યું છે. આવકવેરા કાયદામાં જોડાયેલી નવી જોગવાઈ અંતર્ગત સરકાર નિશ્ચિત કરાયેલી ડેડલાઈન સુધી પાન અને આધારનું લિંકિંગ ન કરવા પર લગાવામાં આવનારા દંડની રકમ નક્કી કરશે. આ દંડ 1000 રૂપિયાથી વધુ નહીં હોય.

જો વ્યક્તિનું પાન કાર્ડ નિષ્ક્રિય થી જાય છે તો તેના પર પણ દંડની જોગવાઈ છે. હકીકતમાં, જો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જાય છે, તો એવું માની લેવામાં આવશે કે, કાયદા મુજબ, પાનને ફર્નિશ્ડ/કોટ નથી કરાયું. એવામાં તમને આવકવેરા કાયદાની કલમ 272બી અંતર્ગત 10 હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો