(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-06-2021
મોરબી: મોરબી પાલિકાની બેદરકારીના અવનવા કિસ્સા આવતા રહે છે આજે વધુ એક કિસ્સો મોરબીના લોહાણાપરા વિસ્તારમાં જોવા મળ્યો હતો અહીં વગર વરસાદે પાણી ભરાઈ ગયું હતું. જેલ રોડ ઉપર આવેલ જૂની દાણાપીઠમાં પાણીમાં સંપ બનાવ્યો છે જે ભરાઈ ગયા પછી તેમાં આવતા પાણીને બંધ કરવાનું પાલિકાનો સ્ટાફ ભૂલી હોય કે પછી બેદરકારી રાખી હોવાના લીધે આ સંપ ઓવરફલો થયો હતો અને લોહાણાપરામાં વગર વરસાદે પાણી ભરી ગયું હતું જેથી કરીને સ્થાનિક લોકોએ પાણીના વેડફાટ માટે ચૂંટાયેલા સભ્ય સીમાબેન સોલંકીને કહ્યું હતું જેથી તેમણે ચીફ ઓફિસર સુધી આ વાતને પહોચાડી હતી જેથી કરીને તાત્કાલિક પાણી બંધ કરવામાં આવ્યું હતું
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો