વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામમાં કારખાનામાં પડી જતા યુવકનું મોત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-06-2021

(અજય કાંજીયા દ્વારા) મુળ મહિસાગર જિલ્લાના લુણાવાડાના વતની હાલ રાતાવીરડામાં રહેતા 22 વર્ષીય રમેશભાઇ ઉગાભાઇ બારીયા ગઈકાલે તા. 18ના રોજ રીફીર કારખાના ઉપરથી અગમ્ય કારણોસર પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. વાંકાનેર સરકારી હોસ્પિટલમાં તેની ડેથ બોડી આવતા વાંકાનેર તાલુકા મથકે અકસ્માતે મોત દાખલ કરેલ છે. હાલમાં પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો