નોકરીમાં ત્રણ દિવસની રજા હશે, બસ મોદી સરકાર મહોર મારે એટલી વાર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-06-2021

મોદી સરકાર એવી તૈયારી કરી રહી છે કે હવે સપ્તાહમાં 5 દિવસની જગ્યાએ 4 દિવસની નોકરી કરવાની રહેશે અને 2 દિવસની જગ્યાએ 3 દિવસની રજા મળશે. દેશમાં બની રહેલા નવા શ્રમ કાયદા (Labour Codes) હેઠળ આવનારા દિવસોમાં અઠવાડિયામાં ત્રણ રજાઓ મળી શકે છે. આ બાજુ કેન્દ્ર સરકારે ટ્રાવેલિંગ અલાઉન્સ એટલે કે TA (Travelling Allowance) ક્લમ સમબિશનની સમય મર્યાદા 60 દિવસથી વધારીને 180 દિવસ કરી દીધી છે. જેને 15 જૂન 2021થી લાગુ કરી દેવાયું છે. માર્ચ 2018માં કેન્દ્ર સરકારે રિટાયર્મેન્ટ પર TA ક્લેમની સમય સીમા 1 વર્ષથી ઘટાડીને 60 દિવસની કરી હતી. આ સમયસીમાને વધારવા માટે સરકારના ઘણાં સરકારી વિભાગો કહી રહ્યાં હતા જેના બાદ આ નિર્ણય લેવાયો હતો.

નવા લેબર કોડમાં નિયમોમાં આ વિકલ્પ પણ રાખવામાં આવશે જેના પર કંપની અને કર્મચારી આંતરિક સમજૂતીથી નિર્ણય લઈ શકે છે. નવા નિયમો હેઠળ સરકારે કામ કરવાના કલાકો વધારીને 12 કલાક સુધી કરવાનું શામેલ કર્યુ છે. કામ કરવાના કલાકોમાં સપ્તાહની મહત્તમ મર્યાદા 48 કલાક રાખવામાં આવી છે, આવામાં કામના દિવસો ઘટી શકે છે પરંતુ કલાકો વધી શકે છે.

કામ કરવાના કલાકો 12 કરવાનો પ્રસ્તાવ નવા ડ્રાફ્ટ કાયદામાં કામકાજના મેક્સિમમ કલાકો વધારીને 12 કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે. કોડના ડ્રાફ્ટ નિયમોમાં 15થી 30 મિનિટની વચ્ચે વધુ કામકાજને પણ 30 મિનિટ ગણીને ઓવરટાઈમમાં શામેલ કરવાની જોગવાઈ છે. હાલના નિયમમાં 30 મિનિટથી ઓછા સમયને ઓવરટાઈમ યોગ્ય માનવામાં આવતો નથી. ડ્રાફ્ટ નિયમોમાં કોઈ પણ કર્મચારી 5 કલાકથી વધારે સતત કામ કરાવવાની મનાઈ છે. કર્મચારીઓને દર પાંચ કલાકે અડધા કલાકનો રેસ્ટ આપવાનો રહેશે.

વેતન ઘટશે અને PF વધશે નવા ડ્રાફ્ટ રૂલ અનુસાર, મૂળ વેતન કુલ વેતનના 50 ટકા કે અધિક હોવું જોઈએ. જેથી મોટાભાગના કર્મચારીઓના પગાર સ્ટ્રક્ચરમાં બદલાવ આવશે. ટેક હોમ સેલરી ઓછી થઈ શકે છે પરંતુ PFની રકમ વધી શકે છે. નવા સેલરી કોડ લાગુ થયા બાદ એમ્પલોયર્સે CTCના 50 ટકા મૂળ સેલરી (બેસિક સેલરી)ના રૂપમાં કર્મચારીને આપવાનું રહેશે. જેથી PF અને ગ્રેચ્યુઈટી જેવા અન્ય ઘટકોમાં કર્મચારીઓનું યોગદાન વધી જશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો