મોરબીના ઔદ્યોગિક વિકાસ જોઈને નવું વીજ નેટવર્કનું પ્લાનીંગ કરવા ઉર્જામંત્રીની અધિકારીને સૂચન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-06-2021

મોરબીના સિરામિક સહિતના ઉધ્યોગકારોને તાત્કાલિક વીજ પુરવઠો મળી રહે તેના માટે સાંસદ દ્વારા ઉર્જા મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને ઉર્જા મંત્રી દ્વારા મોરબી એરિયાનું વીજ માળખાનું તાત્કાલિક પ્લાનીંગ કરવા માટે સ્થાનિક અધિકારીઓને સૂચન આપવામાં આવી છે અને જે ઉદ્યોગકારો દ્વારા નવા યુનિટ ચાલુ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે અથવા તો જેને વીજ લોડમાં વધારો કરવાનો છે તેના દ્વારા સિરામિક એસો.નો ઓફિસે જાણ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.મોરબી સિરામિક એસોસિએશનની રજુઆતને ધ્યાનમાં લઈને મંત્રી સૌરભભાઈ પટેલ ઉર્જા વિભાગને મોરબીની અંદર નવી આવતી ઇન્ડસ્ટ્રીઝ અને હયાત વીજ જોડાણમાં લોડ વધારો કરતા ઉદ્યોગોને તાત્કાલિક પાવર મળી રહે તે માટે મોરબી એરિયાનું વીજ માળખાનું તાત્કાલિક પ્લાનીંગ કરવા માટે કહ્યું છે કારણકે મોરબીની અંદર સિરામિક અને અન્ય ઉદ્યોગોના ઘણા નવા યુનિટો આવી રહ્યા છે.

તે માટે મંત્રી સૌરભભાઈ પટેલને સાંસદ તથા લોકોના પ્રતિનિધિ તરીકે સાંસદ મોહનભાઇ દ્વારા રૂબરૂ લેખિત રજુઆતો કરતા મંત્રીએ અધિકારીઓની તાત્કાલિક મીટીંગ બોલાવેલ હતી. મોરબીમાં નવા ઉદ્યોગોને તાત્કાલિક કનેકશન મળે તે માટે નવું નેટવર્કનું પ્લાનીંગ કરવા માટેની સ્થળ વિઝીટ તથા ધારાસભ્ય, સાંસદસભ્ય તથા સિરામિક ઉદ્યોગના હોદેદારોને સાથે રાખીને તાત્કાલિક મીટીંગ કરીને સુચના આપવામાં આવેલ છે જેથી કરીને જે નવા ઉદ્યોગો પ્લાનીંગમાં છે અને હયાત વીજ જોડાણમાં લોડ વધારો કરવા જઈ રહ્યા છે. આવા ઉદ્યોગોને 1 વર્ષમાં જેઓને વીજળીની જરૂરત પડવાની છે તેઓએ તાત્કાલિક સિરામિક એસોસિએશનને પોતાની ડિમાન્ડની જાણ કરવા માટે જણાવ્યુ છે જેના આધારે નવું પ્લાનીંગ કરવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો