વાંકાનેર: સિવિલ હોસ્પિટલમા ખાલી પડેલ જગ્યાઓ ભરવા શિવસેનાની માંગણી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-06-2021

(અજય  કાંજીયા દ્વારા) પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા ઘણા સમયથી ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે શિવસેના વાંકાનેર દ્વારા રજુઆત કરવામાં આવી હતી. વાંકાનેર ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે એક માત્ર સુવિધા છે છતાં સરકારી તંત્ર દ્વારા વર્ષોથી મહત્વપૂર્ણ જગ્યાઓ ભરવામાં આવી ન હોવાનું તાજેતરમાં જ એક આરટીઆઇ હેઠળ કરાયેલ અરજીમાં બહાર આવ્યું છે.

જેમાં વાંકાનેર હોસ્પિટલમાં કલાસ-૧ અધિકારીઓની કુલ જગ્યા ૭ છે જેમાં ૫ જગ્યા ખાલી છે. એ જ રીતે સ્ત્રી રોગ નિષ્ણાંતની જગ્યા મંજુર થઈ ત્યારથી ખાલી પડી હોવાનું પણ બહાર આવ્યું છે. ઉપરાંત, બાળ નિષ્ણાંત વર્ગ-૧, જનરલ સર્જન વર્ગ-૧, એનેસ્થેટીક વર્ગ-૧ ની જગ્યાઓ પણ ખાલી છે.

જ્યાંરે વર્ગ-૨ ની કુલ ૫ જગ્યામાંથી વહીવટી અધિકારી કલાસ-૨ ની એક જગ્યા ખાલી પડેલી છે. ઉપરાંત વર્ગ-૩ ની કુલ જગ્યા ૩૧ છે જેની સામે ખાલી જગ્યા ૧૬ છે તેમજ કલાસ-૪ ની કુલ ૨૦ જગ્યા છે જેની સામે ૧૫ જગ્યા ખાલી પડી છે તેવી જ રીતે પી.પી. યુનિટ વિભાગમાં કલાસ ૧ થી લઈને કલાસ-૪ સુધીની કુલ જગ્યા ૧૦ છે જેની સામે ૮ જગ્યા ખાલી પડી હોવાનો તાજેતરમાં જ એક આરટીઆઇના માધ્યમથી ખુલાસો થયો છે.

…………………………………………………………………………………..

વાંકાનેરના પુલ દરવાજા નજીકથી એક આધેડનો મૃતદેહ મળી આવ્યો : પોલીસે વધુ તપાસ કરી રહી છે

બનાવની મળતી વિગતો મુજબ વાંકાનેર શહેર પુલ દરવાજા પાસે મહાવીર પાઉંભાજી નજીકથી એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો જે બનાવને પગલે પોલીસ પહોંચી હતી અને બનાવની તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ મૃતક લાલજીભાઈ બુધાભાઈ ચૌહાણ (ઉ.વ.૫૦) રહે પંચાસીયા તા. વાંકાનેર હોવાનું જાણવા મળ્યું છે જોકે આધેડનું મોત ક્યાં કારણોસર થયું તે સ્પષ્ટ થયું નથી વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો