મોરબી: તા.21ના વિશ્વ યોગદિન નિમિતે આસન-પ્રાણાયામની વિડીયો સ્પર્ધા યોજાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-06-2021

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર-ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી વીશી હાઇસ્કુલમાં કાર્યરત છે. આગામી તા.21 જુન એટલે કે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ આસન કે પ્રાણાયામનો વિડીયો બનાવીને સ્પર્ધામાં ભાગ લેવા જણાવાયેલ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ વર્ષ-2015 થી તા.21 મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું.યોગ શબ્દના બે અર્થ થાય છે અને બન્ને મહત્વપૂર્ણ છે.પહેલો છે જોડ અને બીજો સમાધિ. યોગ ધર્મ આસ્થા અને અંધવિશ્વાસથી ઉપર છે.યોગ એક પૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે.એક પૂર્ણ માર્ગ છે.ત્યાં પહોંચવાની આઠ સીડીઓ નિર્મિત કરી છે. આ આઠ અંગો છે યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ.ઉપરોક્ત આઠ અંગોના પોતાના ઉપ અંગ પણ છે.તાજેતરમાં યોગના ત્રણ જ અંગ ચલનમાં છે આસન, પ્રાણાયામ, અને ધ્યાન. લોકો યોગ સમજે અને અપનાવીને નિરોગી રહે તે હેતુથી કેટેગરી મુજબ સ્પર્ધકોને કોઈપણ આસન કે પ્રાણાયામનો વિડીયો બનાવી મોકલી જણાવાયેલ છે.યોગનો વિડીયો વોટસએપ મોબાઇલ નંબર 98249 12230, 87801 27202 કે 97279 86386 પૈકી કોઈપણ એક નંબર ઉપર તા.21 ના રાતના નવ વાગ્યા સુધીમાં મોકલી આપવાના રહેશે તેમ કેન્દ્ર સંચાલક એલ.એમ.ભટ્ટ અને દિપેન ભટ્ટે યાદીમાં જણાવ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો