કોવેક્સિન લેતા પહેલા જાણી લેજો આ ચોંકાવનારો દાવો, સરકાર-ભારત બાયોટેકે સત્ય સ્વીકાર્યું

કોવેક્સિન લેતા પહેલા જાણી લેજો આ ચોંકાવનારો દાવો, સરકાર-ભારત બાયોટેકે સત્ય સ્વીકાર્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-06-2021

કોવેક્સિનમાં ગાયના વાછરડાના લોહીનો ઉપયોગ કરાઈ રહ્યો છે તેવો દાવો કોંગ્રેસ નેતા ગૌરવ પાંધીએ કર્યો છે. આ દાવો તેમણે એક આરટીઆઈમાં મળેલા જવાબને આધારે કર્યો છે. આ નિવેદન બાદ કોવેક્સિન અંગેની ચર્ચા ઉગ્ર બની છે અને ભારત બાયોટેકે પણ સ્પસ્ટતા આપવી પડી છે. ટ્વિટમાં શું કરાયો દાવો: કોંગ્રેસ નેતા ગૌરવ પાંધીએ જણાવ્યું કે 20 દિવસથી ઓછી વયના ગાયના વાછરડાના સીરમનો ઉપયોગ કોવેક્સિન બનાવવા માટે કરાય છે. જો આવું હોય તો શા માટે સરકારે પહેલા તેની જાણ ન કરી. કારણ કે તેનાથી ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી શકતી હતી. ગૌરવ દ્વારા ટ્વિટ કરવામાં આવેલા આરટીઆઈ જવાબમાં મોદી સરકારે સ્વીકાર્યું કે કોવેક્સિનમાં ગાયના વાછરડાના સીરમનો ઉપયોગ થાય છે. તેમાં 20 દિવસના વાછરડાને મારીને તેનું લોહી કાઢીને વેક્સિન બનાવવામાં વપરાય છે. આ જધન્ય અપરાધ છે. આ જાણકારી પહેલા સામે આવવી જોઈતી હતી. વિવાદ પર ભારત બાયોટેકે આપી આ સ્પસ્ટતા: આ દાવા પર સોશિયલ મીડિયા પર સતત સવાલ ઊભા કરાઈ રહ્યાં છે. તમામ સવાલોની વચ્ચે ભારત બાયોટેક દ્વારા પણ સ્પસ્ટતા અપાઈ છે. ભારત બાયોટેકે જણાવ્યું કે વાયરલ વેક્સિન બનાવવા માટે ગાયના વાછરડાના સીરમનો ઉપયોગ કરાય છે. તેનો ઉપયોગ સેલ્સના ગ્રોથ માટે કરાય છે પરંતુ SARS CoV2 વાયરસના ગ્રોથ અથવા ફાઈનલ ફોર્મ્યુલામાં તેનો ઉપયોગ થતો નથી.વાછડાના સીરમનો ઉપયોગ ફક્ત વેરો સેલ્સને તૈયાર કરવામાં થાય છે: સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી નિવેદનમાં કહેવાયું કે નવજાત વાછડાના સીરમનો ઉપયોગ ફક્ત વેરો સેલ્સને તૈયાર કરવામાં તથા વિકસીત કરવા માટે કરવામાં આવે છે. દુનિયાભરમાં વીરો સેલ્સની ગ્રોથ માટે અલગ અલગ પ્રકારના ગૌવંશ તથા બીજા પ્રાણીઓના સીરમનો ઉપયોગ કરાય છે. આ ગ્લોબલ સ્ટાન્ડર્ડ પ્રક્રિયા છે. પરંતુ તેનો ઉપયોગ શરુઆતના તબક્કામાં જ થાય છે. વેક્સિનના ઉત્પાદનમાં છેલ્લા તબક્કામાં તેનો કોઈ ઉપયોગ થતો નથી. આ રીતે તેને વેક્સિનનો હિસ્સો ન ગણી શકાય.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો