વાંકાનેર: ઢુવામાં દૂધના ધંધામાં થયો ડખો થતા મારામારીની ફરિયાદ નોંધાયી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-06-2021

(અજય કાંજીયા દ્વારા) ગત તા.૪ ના રોજ ઢુવા ગામની સીમ સેગા સીરામીક સામેના રોડ ઉપર ફરીયાદી તથા આરોપી દુધનો વેપાર કરતા હોય. જે બાબતે અગાઉની બોલાચાલીનો ખાર રાખી ફરીયાદી પોતાની બોલેરો લઇ દુધ આપવા જતા હોય ત્યારે આરોપીઓ અલ્ટો કારમાં આવી ફરીયાદીને બોલેરો કારમાંથી નીચે ઉતારી ત્રણેય આરોપીએ લોંખડના પાઇપ વડે શરીરે માર મારતા ફરીયાદીને ડાબા પગે ફેક્ચર તથા શરીરે મુંઢ ઇજાઓ કરી જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની પોલીસ ફરિયાદ કરાયી હતી જેની તપાસ વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ.આર.એ. જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો