માઉન્ટ આબુનો પ્લાન બનાવતા પહેલા આ જાણી લેજો, વિકેન્ડ કર્ફ્યુ જાહેર કરી દેવાયો છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-06-2021

ગુજરાતીઓનું ફરવાનું મનપસંદ સ્થળ એટલે કે માઉન્ટ આબુ. કોરોના વાયરસના કેસ ઓછા થતાં જ ઘણા બધા લોકોએ આબુના પ્લાન બનાવી નાંખ્યા છે.

કોરોનાકાળમાં લોકો ઘરમાં પૂરાઈને પરેશાન થઈ ગયા હતા ત્યારે હાલના સમયમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતા તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. લોકો હવે ધીમે ધીમે હરવા ફરવા જવાનું પણ વિચારી રહ્યા છે ત્યારે ગુજરાતીઓનું ફરવાનું મનપસંદ સ્થળ એટલે કે માઉન્ટ આબુ. કોરોના વાયરસના કેસ ઓછા થતાં જ ઘણા બધા લોકોએ આબુના પ્લાન બનાવી નાંખ્યા છે અને કેટલાક તો આબુ ફરી પણ આવ્યા.

કોરોના વાયરસના ખતરાને જોતાં રાજસ્થાનમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ ફરવાના શોખીનોને જોરદાર ઝટકો લાગ્યો છે. જે લોકોએ ફરવાના પ્લાન બનાવેલા હતા તે રદ્દ કરવા પડે તેવી નોબત છે જ્યારે આબુના હોટેલ માલિકોને પણ ઝટકો લાગ્યો છે.આબુમાં કોરોના વાયરસને જોતાં વિકેન્ડ કફર્યૂ જાહેર કરી દેવામાં આવ્યો છે. માઉન્ટ આબુમાં શનિ-રવિનો કફર્યૂ લાગતા પ્રવાસીઓ નિરાશ થઈ ગયા હતા. આટલું જ નહીં કેટલાક લોકો પ્રતિબંધના ભયથી પરત પણ ફર્યા છે.

વિકેન્ડમાં માઉન્ટ આબુમાં પ્રવાસીઓની ભારે ભીડ રહેતી હોય છે નોંધનીય છે કોરોના વાયરસનો કહેર ઓછો થયો છતાં હજુ ઘણી જગ્યાઓ પર તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે કોરોના વેક્સિનના સર્ટિફિકેટ અથવા તો કોરોના વાયરસના ટેસ્ટના રિપોર્ટ પણ માંગવામાં આવે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો