Windows 10 આ તારીખ પછી એક્સપાયર થઇ જશે, માઇક્રોસોફ્ટ લાવશે Windows 11 નવી ઓપરેટિંગ સિસ્ટમ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-06-2021

માઇક્રોસોફ્ટએ Windows 10 અંગે ઘણા સાહસિક દાવા કર્યા અને તેને એક ઓપરેટિંગ સિસ્ટમ સિવાય એક સર્વિસનાં સ્વરૂપમાં જાહેર કરી, ત્યાર બાદથી Windows 10 વિન્ડોઝનું અંતિમ વર્ઝન માનવામાં આવતું હતું, હવે 2021માં જાણવા મળી રહ્યું છે કે ટેકનોલોજી ઝડપથી આગળ વધી રહી છે, અને વસ્તુઓ અલગ છે, Microsoft એ જુન 24ની લોન્ચ ઇવેન્ટ પહેલા Windows 10 માટે એક્સપાયરી ડેટ લિસ્ટ કરી છે.

Microsoft 24 જુને વિન્ડોઝ 11 ઇવેન્ટ આયોજીત કરી રહી છે, અને Microsoft તે અંગે યુ ટ્યુબ પર 11 મિનિટનો એક વિડિયો પણ જારી કરશે, વિડિયોમાં વિવિધ વિન્ડોઝ વર્ઝનનાં સ્ટાર્ટ અપ સાઉન્ડનું કલેક્સન છે, જે ઘણુ સ્લો છે, જ્યારે તમે વિડિયોને સ્પિડ આપો છો, તો તમે એક નવું સ્ટાર્ટ અપ સાઉન્ડ સાંભળવા લાગો છો, જે ભાગ્યેજ તમે વિન્ડોઝ 11 પર સાંભળશો, કંપનીએ Windows 10 માટે ઇઓએલ ડેટ જણાવતા પોતાના સત્તાવાર ડોક્યુમેન્ટસને પણ અપડેટ કર્યા છે.

Windows 10 ઓપરેટિંગ સિસ્ટમનાં તમામ વર્ઝનને 14 ઓક્ટોબર 2025 સુધી સિક્યુરિટી અપડેટ સાથે સપોર્ટ કરવામાં આવશે, એટલે કે લોકોની પાસે Windows 11માં અપગ્રેડ કરવા માટે 2 વર્ષનો પુરતો સમય છે, 14 ઓક્ટોબર 2025ની તારીખ Windows 10નાં તમામ વર્ઝન પર લાગુ થાય છે, જેમાં Windows 10 હોમ, Windows 10 પ્રો, Windows 10 પ્રો એજ્યુકેશન અને વર્કસ્ટેશન માટે Windows 10 પ્રોનો સમાવેશ થાય છે.

Windows 10 ને વર્ષ 2015માં લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યારથી આ ઓપરેટિંગ સિસ્ટમને 6 વર્ષ પુરા થયા છે, ઉલ્લેખનિય છે કે Windows 10 પર કામ કરવું અને તેનું પરફોર્મન્સ ઘણુ શાનદાર રહ્યું છે, આ પહેલા Windows XP અને Windows 7 ને પણ એક સફળ ઓપરેટિંગ સિસ્ટમ માનવામાં આવતી હતી.

હવે એ પણ જોવાનું રહ્યું કે શું Microsoft તેને લાયસન્સ પ્રાપ્ત 10 યુઝર્સ માટે એક ફ્રિ સોફ્ટવેર અપડેટનાં સ્વરૂપમાં જાહેર કરે છે કે નહીં, Microsoftએ પણ Windows 10 ને પણ ફ્રિ સોફ્ટવેર અપડેટનાં સ્વરૂપમાં લોન્ચ કર્યું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો