કોરોનાથી મૃતકોને 4 લાખનું વળતર આપવા કેન્દ્રનો વિચાર

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ પાસે માગ્યો 10 દિવસનો સમય

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-06-2021

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે કોરોનાથી થયેલ મોતના કેસમાં તે પીડિત પરિવારને ચાર લાખ રૂપિયાનું વળતર આપવા અને ડેથ સર્ટીફીકેટ આપવાની નીતિ પર વિચાર કરી રહી છે. આ અંગે કેન્દ્રએ પોતાનો જવાબ દાખલ કરવા માટે સુપ્રિમ કોર્ટ પાસે 10 દિવસનો સમય માંગ્યો છે. હવે સુપ્રીમ કોર્ટ 21 જૂને ફરીથી આ કેસની સુનાવણી કરશે. શુક્રવારે જસ્ટીસ અશોક ભૂષણ અને એમ.આર.શાહની બેંચ સમક્ષ થયેલ સુનાવણીમાં કેન્દ્ર સરકાર તરફથી વકીલ સોલીસીટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે સરકાર આ અરજીને વિરોધમાં નથી લઇ રહી. આ અંગે સહાનુભૂતિપૂર્વક વિચાર ચાલી રહ્યો છે. જવાબી સોગંદનામુ દાખલ કરવા માટે બે સપ્તાહનો સમય આપવામાં આવે ત્યારે બેંચના ન્યાયાધીશે કહ્યું કે, કેટલાક રાજ્યોએ તેને લાગુ પણ કરી દીધું છે. તેમણે સમાચાર પત્રોમાં વાંચ્યું છે કે બિહારે 4 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે પણ મોટા ભાગના રાજ્યોએ નીતિ નક્કી નથી કરી. તે પછી મેહતાએ કહ્યું કે, કેન્દ્રીય સ્તરે જલ્દી નિર્ણય લેવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો