મોરબી જિલ્લામાં પણ કાલથી મંદિર, હોટલ, રેસ્ટોરન્ટ ખોલવાની છુટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-06-2021

રાજય સરકારના નિર્ણયના પગલે મોરબી જિલ્લામાં પણ આવતીકાલ તા.11થી મંદિર, જીમ, હોટલ, રેસ્ટોરન્ટ, બગીચા નિયત સમયે ખુલી જશે.

મુખ્યમંત્રીએ કોર કમિટીની બેઠકમાં કરેલા નિર્ણયોમાં રેસ્ટોરન્ટ અને હોટલ તા 11 જૂન થી 26 જૂન ના સમય દરમિયાન સવારે 9 થી સાંજે 7 સુધી તેની બેસવાની ક્ષમતા ના 50 % સાથે ચાલુ રાખી શકાશે અને હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી થઈ શકશે તેમજ રાત્રી કર્ફ્યુનો અમલ રાબેતા મુજબ કરવાનો રહેશે અને તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ સવારે 9 થી સાંજના 7 સુધી ચાલુ રાખી શકાશે એટલે કે હાલની સમયમર્યાદામાં 1 કલાકનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. તો વાંચનાલય લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતાના 50 ટકા સાથે અને બાગ બગીચા પણ સવારે 6થી સાંજે 7 સુધી ચાલુ રહેશે અને જીમ્નેશિયમ 50 ટકા કેપેસિટી સાથે ચાલુ રાખી શકાશે અને એસ.ઓ.પી.નું પાલન આવશ્યક રહેશે રાજ્યના જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ IELTS TOEFL વગેરે આપવાના હોય તેવા વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં લઈને પરીક્ષાઓ એસઓપીના પાલન સાથે યોજવાની પણ છુટ આપી છે. શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લીક બસ સર્વિસ 60% પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો