કચ્છની કેસર મસ્કતના પાક ગુણવતાના ૨૮૩ પ્રમાણોથી પાસ થઇ લોકપ્રિય બની

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-06-2021

આ વર્ષે અંદાજે ૧૩ હજાર હેકટરમાં પ્રખ્યાત કચ્છી આંબા (કેરી) થયા છે. જેમાં ૯૦ ટકા કેસર (Kesar) આંબા (કેરી) અને ૧૦ ટકા અન્ય આંબાજેવાં કે,” આલ્ફાન્સો, આમ્રપાલી, સોનપુરી, તોતાપુરી, દેશીઆંબા (કેરી) ,ખેડોઇમાં જમ્બો કેસર વગેરેનો પાક હાલે મે થી જુન માસ દરમ્યાન બજારમાં લોકો સુધી સ્વાદ અને સોડમ લઇ પહોંચે છે.

બાગાયત ખાતાના ચાર પાયાના વિચાર બાગાયતે ખેડૂતો (Farmer) માટે રજુ કર્યા છે જેમાં બાગાયતી ખેતી કરો, ગામડાં સમૃધ્ધ બનાવો, યશસ્વી કારર્કિદી ઘડો અને તગડો નફો મેળો આ ચારેય પાયાના પ્રથમ અક્ષરથી બને છે “બાગાયત”.

આ ચારેય પાયાની બાબતોને કચ્છ (Kutch) ના બાગાયતી ખેડૂતો સાર્થક કરી રહયા છે. વર્ષ ૨૦૧૯-૨૦ મુજબ કચ્છ (Kutch) માં ૧ લાખ ૪૩ હજાર હેકટરમાં ખેડૂતો બાગાયતી ખેતી કરી રહયા છે. ૫૬ હજાર હેકટરમાં ફળઝાડ, ૧૪ હજાર હેકટરમાં શાકભાજી અને ૭૨ હજાર હેકટરમાં મસાલા પાક લઇ રહયા છે બાગાયતી ખેડૂતો !!

આ વર્ષે અંદાજે ૧૩ હજાર હેકટરમાં પ્રખ્યાત કચ્છી આંબા (કેરી) થયા છે. જેમાં ૯૦ ટકા કેસર (Kesar) આંબા (કેરી) અને ૧૦ ટકા અન્ય આંબાજેવાં કે,” આલ્ફાન્સો, આમ્રપાલી, સોનપુરી, તોતાપુરી, દેશીઆંબા (કેરી) ,ખેડોઇમાં જમ્બો કેસર વગેરેનો પાક હાલે મે થી જુન માસ દરમ્યાન બજારમાં લોકો સુધી સ્વાદ અને સોડમ લઇ પહોંચે છે.

મદદનીશ બાગાયત નિયામક કે.પી.સોજીત્રા જણાવે છે કે, “ સ્વાદ ગુણવતાના પગલે કચ્છ (Kutch) કેસર કેરી વિશ્વ પ્રખ્યાત છે. આ વર્ષે તાઉતે વાવાઝોડાના પગલે ૬૦ ટકા મેટ્રીક ટન ઉત્પાદન થવાનો અંદાજ છે. જેના ભાવ ખેડૂતોને મળશે. ફળઝાડ વાવેતર વિસ્તાર, ગ્રીન હાઉસ, નેટ હાઉસ અને પેક હાઉસનો કચ્છ (Kutch) ના ખેડૂતો ભરપુર લાભ લીધો છે. અમે વિવિધ સહાયો આપીએ છીએ. હાલે ખેડૂત આઇ પોર્ટલ ખુલ્લું હોઇ વિવિધ સહાયનો લાભ લો.”

જિલ્લાના અંજાર તાલુકામાં ખેડોઈ, ખભંરા, નખત્રાણા તાલુકાના ખીરસરા, રોહા, વેરસલપર અને ભુજ તાલુકામાં રેલડી, વાવડી, આણંદપર, બીરાસર, તળાવળા અને દહીંસરા તેમજ માંડવી તાલુકાના ગઢશીશા, મોટી મઉ, નાની મઉ અને દેવપર ગામો આંબા (કેરી) ના પાક માટે પ્રખ્યાત છે. જેમાં ગઢશીશા વિસ્તાર એ કેસર આંબાનું પોકેટ (વાવેતર વિસ્તાર) કહેવાય છે.

ગઢશીશા વિસ્તારના અને કેસર આંબાને પરદેશમાં અને હાલે મસ્કત (Muscat) માં માર્કેટ ઉભું કરનાર અને ગુણવત્તાના મસ્કત સરકારના ૨૮૬ માપદંડોથી કેસરને પ્રમાણિત કરી કચ્છી કેસરની આગવી શાખ ઉભી કરનાર પ્રયોગશીલ અને પ્રગતિશીલ ખેડૂત બટુકસિંહ જાડેજાની વાત કરીએ તો બાગાયત ખાતાની વિવિધ સહાયો અને ધરતીપુત્રો એવા ખેડૂતની કોઠાસૂઝ અને વેપારી બુધ્ધિથી તેમણે શરૂઆતમાં જે વાત લખી છે એ “બાગાયત” ને સાર્થક કરે છે !!!.

હાલે કચ્છ (Kutch) માંથી આંબા, ખારેક, પપૈયા, સ્ટ્રોબરી, ડ્રેગનફુટ, પપૈયા વગેરેની મોટી માંગ અન્ય બજારોમાં છે.“વસતી વધવાની છે જમીન નહીં આથી દરેક ખેડુતને હું અનેકોવાર મીટીંગો અને વ્યકિતગત રીતે પણ કહું છું. પાણી, હવા, વાતાવરણ, જમીનનો અને પાકનો કયાસ કાઢવો ઓછી મજુરી અને પાણી તેમજ ગુણવત્તાયુકત પાક પકવીને ચીલાચાલુ ખેતી પધ્ધતિ બદલી આધુનિક ખેતી કરવી વધુ ફાયદાકારક છે.”

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો