મોરબી-વાંકાનેર હાઇવે પર બાઇકની ચોરી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-06-2021

(અજય કાંજીયા દ્વારા) મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર બાઇકની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વીવેકાનંદ નગર-૨ સોસાયટી, રવાપર રોડ ઉપર રહેતા અને સીરામીક ટ્રેડીંગનો વ્યવસાય કરતા સંજયભાઇ વાઘજીભાઇ સનીયારા (ઉવ-૩૫) એ પોતાનું GJ-36-Q-4804 નંબરનું મોટર સાયકલ ગત તા. તા. ૨૬/૦૫ ના રોજ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રીયલ પ્લાઝા કોમ્પ્લેક્ષના પાર્કીંગમા લાલપર ગામની સામે રાખ્યું હતું. આ બાઈકની કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હતો. આ બનાવની મોડી ફરિયાદ નોંધાતા આરોપી પોલીસની હાથવેંતમાં હોવાની શક્યતા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો