એક્સિસ બેન્કના ગ્રાહકોને ઝટકો, ખાતામાંથી રોકડ ઉપાડવી મોંઘી થશે, આ સર્વિસનો પણ લાગશે ચાર્જ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-06-2021

જો તમારું Axis Bankમાં ખાતુ છે તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. બેંક આવતા મહિનાથી મોટો ફેરફાર કરવા જઈ રહી છે. આવતા મહિનાથી SMS Alert Service માટે, તમારે પહેલાં કરતાં વધુ પૈસા ખર્ચવા પડશે. ગયા મહિને પણ બેંકે સેવિંગ અકાઉન્ટ પર કેટલાક ચાર્જ વધારી દીધા હતા.

કેટલો ચાર્જ વસુલાશે: જુલાઈ 2021 થી ગ્રાહકોને બેંક દર મહિને SMS Alert Serviceના 25 પૈસા અને મહત્તમ 25 રૂપિયા લેશે. આમા પ્રચાર વાળા મેસેજ અને ટ્રાન્ઝેક્શન (authentication) ઓટીપી શામેલ નથી.

એસએમએસ દીઠ 20 પૈસા વધારો થશે: Axis Bankના ખાતામાંથી રોકડ ઉપાડવી મોંઘી બની Axis Bankમાંથી રોકડ ઉપાડવું પહેલા કરતા વધુ મોંઘુ થઈ ગયું છે. Axis Bank દર મહિને 4 એટીએમ ટ્રાન્ઝેક્શન અથવા 2 લાખ રૂપિયા મફત ટ્રાન્ઝેક્શન આપે છે. આ પછી, વધારાના વ્યવહારો પર ચાર્જ ચૂકવવા પડશે. 1 મેથી હવે ગ્રાહકોએ મફત મર્યાદા પછી 1000 રૂપિયાની રોકડ ઉપાડ માટે 10 રૂપિયા ચૂકવવા પડશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો