ઈંતેઝારીનો અંત: આખરે ‘ભૂજ: ધી પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ની તારીખ જાહેર કરાઈ

સ્વાતંત્ર્ય દિન પર્વે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રીલીઝની શકયતા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-06-2021

અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘ભૂજ: ધી પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ લાંબા સમયના ઈંતઝાર બાદ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રીલીઝ થશે. વોર ડ્રામા આ ફિલ્મ મોટેભાગે 15મી ઓગષ્ટે ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ થઈ શકે છે. જો કે એવા પણ સમાચાર છે કે રવિવાર આવતો હોઈ ડિઝની હોટસ્ટાર ફિલ્મને 13મી ઓગષ્ટે રીલીઝ કરી શકે છે.

વીક એન્ડનો લાભ લેવા માટે તે આમ કરી શકે છે. ‘ભૂજ: ધી પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ ભારત અને પાકિસ્તાન વચ્ચેના 1971ના યુધ્ધની ફિલ્મ છે. જેમાં ખાસ કરીને આ યુધ્ધમાં બોમ્બમારા દરમિયાન ભૂજના એરબેઝને નુકશાન થાય છે. જેનુ સમારકામ 300 જેટલી સ્થાનિક મહિલાઓના સહકારથી થાય છે. ભૂજ એરબેઝ પર આઈએએફ સ્કવોડ્રન લીડર વિજય કર્ણિક હતા. જેની ભૂમિકા અજય દેવગને ભજવી છે.

ભૂજના ગૌરવની થીમ ફિલ્મનો વિષય છે. દેશભકિતના વિષયની આ ફિલ્મમાં અજય ઉપરાંત સંજયદત, સોનાક્ષી સિંહા, નોરા ફતેહી, શરદ કેલકર, પ્રણીતા સુભાષ વગેરે કલાકારો ભૂમિકા ભજવી રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો