ફાયરના સાધનો વગરની શાળાઓ સીલ કરો: શિક્ષણ વિભાગ

રાજ્ય સરકારે ફાયર વિભાગ અને ડીઈઓને કાર્યવાહી માટે સૂચના આપી

94 શાળાએ એનઓસી મેળવી લીધી: મનપા અને શિક્ષણ વિભાગ સંયુકત કાર્યવાહી હાથ ધરશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-06-2021

આગની દૂર્ઘટનાની રોકથામ માટે રાજ્ય સરકાર દ્વારા વખતો વખત પરિપત્ર જાહેર કરી મહાનગરપાલિકાની હદમાં તેમજ જિલ્લામાં આવેલ શાળા, કોલેજ, હોટલ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, હાઈરાઈઝ્ડ બિલ્ડીંગ સહિતના સ્થળોએ ફાયર સેફ્ટીના નિયમ મુજબના સાધનો અને ફાયર એનઓસી ફરજીયાત કરવાની સૂચના આપી છે. છતાં અનેક શાળા-હોસ્ટિપલોએ આજસુધી ફાયર એનઓસી ન લેતાં રાજ્ય સરકારે ખાનગી શાળાઓના સંચાલકોને સિધાદોર કરવા માટે ફરી વખત પરિપત્ર જાહેર કરી ડીઈઓ અને ફાયર વિભાગને સ્પેશિયલ સત્તા આપી છે જે અંતર્ગત ફાયરના સાધનો વગરની શાળાઓ સિલ કરવાની કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ થશે.

મનપાના ફાયર વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી અને ફાયર વિભાગને પરિપત્ર પાઠવવામાં આવ્યો છે. જે મુજબ જે શાળાઓમાં ફાયર સેફ્ટીના નિયમ મુજબના સાધનો ન હોય તેમજ ફાયર એનઓસી ન મેળવી હોય તે પ્રકારની તમામ શાળાઓ સિલ કરવામાં આવે. જિલ્લા શિક્ષણાધિકારી પાસે રાજકોટ શહેરની તેમજ જિલ્લાની તમામ શાળાઓની સંપૂર્ણ માહિતી હોવાને કારણે ફાયર વિભાગે અગાઉ નોટિસ પાઠવી હોય તે સિવાયની શાળાઓની વિગત ડીઈઓ પાસે માંગવામાં આવી છે.

9 મિટરથી ઓછી ઉંચાઈ ધરાવતી બિલ્ડીંગમાં કાર્યરત શાળાઓને ફાયર એનઓસી લેવાની જરૂર નથી. જ્યારે 500 ચો.મી.ની અંડરમાં બાંધકામ હોય તે પ્રકારની શાળાઓને પણ ફાયર એનઓસી લેવામાંથી મુકિત આપવામાં આવી છે. પરંતુ, આ બન્ને પ્રકારની શાળાઓએ નિયમ મુજબના ફાયર સેફ્ટીના સાધનો ફરજીયાત વસાવવાની સૂચના આપવામાં આવી છે. બે માસ પહેલા ફાયર વિભાગે 90થી વધુ શાળાઓને નોટિસ પાઠવી

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો