ધોરણ-9-10ની પરીક્ષા ન આપી હોય તો પણ પાસ!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-06-2021

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના માસ પ્રમોશન માટેના જે નિયમો જાહેર કરવામા આવ્યા છે તે મુજબ ધો.9 અને 10ની સ્કૂલોની પરીક્ષાના આધારે પરિણામ તૈયાર થનાર છે પરંતુ જો કોઈ વિદ્યાર્થીએ એકય પરીક્ષા નહી આપી હોય તો પણ સંપૂર્ણ કૃપા ગુણ એટલે કે ગુણ તુટ ક્ષમ્યથી પાસ કરી દેવાશે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નિયમોમાં ગુણ તુટ ક્ષમ્ય ગુણવાની જોગવઈ મુજબ વિદ્યાર્થીને પાસ થવામાં ખુટતા ગુણની તુટ બોર્ડ દ્વારા પરિણામમાં દર્શાવવામા આવશે.

વિષયદીઠ બોર્ડના 80માંથી અને સ્કૂલના 20માંથી ખરેખર મેળવેલ ગુણ અપલોડ કર્યા બાદ જે વિદ્યાર્થીને પાસ થવામા જેટલા ગુણ તુટતા હશે તે ગુણ તુટ માફ કરીને પાસ જાહેર કરાશે.ઉપરાંત શાળાએ સિદ્ધિ ગુમ,કૃપા ગુણ કે કોઈ પણ પ્રકારના ગુણ તુટની ગુણતરીને બદલે નિયત માપદંડો એ,બી,સી અને ડી મુજબ વિદ્યાર્થીએ મેળવેલ ખરેખર ગુણ જ ગણતરીમા લેવાના રહેશે.

શાળાએ પાસ થવા માટે ખુટતા ગુણ આપવાના નથી.ખુટતા ગુણ માત્ર બોર્ડ દ્વારા જ અપાશે. જે વિદ્યાર્થીને 33 ટકાથી ઓછા ગુણ આવે તને બોર્ડ દ્વારા ખુટતા ગુણ આપી પાસ જાહેર કરાશે અને આવા વિદ્યાર્થીઓની

માર્કશીટમાં ડી ગ્રેડ જ દર્શાવાશે. જો વિષયદીઠ પાસ થવા ઓછા ગુણ હશે તો ફુંદડી દર્શાવીને ગુણ તુટ ક્ષમ્ય ગણવામા આવેલ છે તેમ દર્શાવાશે ખુટતા ગુણ તરીકે અપાયેલા ગુણ કુલ ગુણમા સમાવિષ્ટ નહી થાય.

ઉપરાંત કોરોનાની ખાસ સ્થિતિને લઈને વર્ષ 2021ની ધો.10ની પરીક્ષામાં દરેક વિષયમાં જો 80માંથી 26 અને 20માંથી 7 ગુણ વિદ્યાર્થીએ મેળવેલા નહી હોય તો પણ માસ પ્રમોશનના કારણે પાસ જાહેર કરવામા આવશે.આવા વિદ્યાર્થીઓની માર્કશીટમાં પરિણામના ખાનામાં ક્વોલિફાઈડ ફોર સેક્ધડરી સ્કૂલ સર્ટિફિકેટ દર્શાવાશે.

જ્યારે નક્કી કરાયેલા એ,બી,સી અને ડીમાં કોઈ પણ એક માપદંડમાં કે એક કરતા વધુ માપદંડમાં ઉમેદવાર ગેરહાજર હોય એટલે કે વિદ્યાર્થીએ એક કે એક કરતા વધુ પરીક્ષા આપી નહી હોય તો આવા કિસ્સામાં શૂન્ય ગુણ દર્શાવવાના રહેશે.પરંતુ એક અથવા એકથી વધુ ધારા-ધોરણોના માપદંડોમાં વિદ્યાર્થી ઉપસ્થિત ન હોય એટલે કે પરીક્ષામા ગેરહાજર હોય તેવુ બને ત્યારે આવા કિસ્સામાં માસ પ્રમોશનથી પાસ જહેર કરવાના હોવાથી બોર્ડ દ્વારા તમામ ખુટતા ગુણ આપી પાસ જાહેર કરાશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો