SBIના ગ્રાહકો માટે સારા સમાચાર, નોન હોમ બ્રાંચમાંથી પૈસા ઉપાડવાની લિમિટ વધી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.1-06-2021

કોરોના માહમારીને ધ્યાનમાં લઈને ભારતીય સ્ટેટ બેન્ક (SBI)એ નોન હોમ બ્રાન્ચમાંથી પૈસા કાઢવાની સીમા વધારી છે. તે ઉપાડ ચેક કે વિડ્રોલ ફોર્મ દ્વારા કરી શકાય છે. હોમ બ્રાન્ચ એ હોય છે જ્યાં તમારું ખાતું ખોલ્યું હોય છે, અને નોન હોમ બ્રાંચમાંથી પૈસા કાઢવાની સીમા વધારવાનો અર્થ એ છે કે તમે બેન્કની કોઈ પણ શાખામાંથી પૈસા કાઢી શકો છો. SBIએ ટ્વીટ કરીને જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ કોઈ નોન હોમ બ્રાન્ચમાં પોતાની સેવિંગ પાસબુક સાથે જાય છે અને તેનું પોતાનું ખાતું છે તો તે ઉપાડ રસીદ ભરીને હવે એક દિવસમાં 25 હજાર રૂપિયા કાઢી શકે છે.

આ પહેલા આ સીમા માત્ર 5 હજાર રૂપિયા હતી. આ રીતે તે સેલ્ફ માટે ચેક દ્વારા એક દિવસમાં એક દિવસમાં 1 લાખ રૂપિયા સુધી કાઢી શકાય છે. આ રીતે થર્ડ પાર્ટી એટલે કે કોઈ બીજા દ્વારા, માત્ર ચેકથી નોન હોમ બ્રાંચથી એક દિવસમાં 50 હજાર રૂપિયા કાઢી શકાશે. ઉલ્લેખનીય છે કે હોમ બ્રાન્ચ એ હોય છે જ્યાં કોઈ કસ્ટમરનું સેવિંગ કે સેલેરી અકાઉન્ટ હોય છે. હોમ બ્રાન્ચ સિવાય અન્ય બધી બ્રાન્ચને નોન હોમ બ્રાન્ચ માનવામાં આવે છે. બેન્કે કહ્યું કે કોઈ થર્ડ પાર્ટી એટલે કે અન્ય વ્યક્તિને નોન હોમ બ્રાંચથી ઉપાડ રસીદ વડે પૈસા ઉપાડવાની મંજૂરી નથી એટલે કે જે વ્યક્તિના નામનું ખાતું છે તે જ પૈસા કાઢી શકે છે. આ બદલાવ 30 સપ્ટેમ્બર 2021 સુધી જ લાગૂ રહેશે. ત્યારબાદ ફરી જૂના નિયમ લાગુ થઈ જશે.

આ પહેલા SBIએ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. SBIએ પોતાના બેઝિક સેવિંગ અકાઉન્ટ ડિપોઝિટ (BSBD) અકાઉન્ટના સર્વિસ ચાર્જીસમાં બદલાવ કર્યો છે, જે 1 જુલાઈથી પ્રભાવી થઈ જશે. SBIના આ નવા નિયમથી બેન્ક ગ્રાહકો માટે હવે ATMમાંથી પૈસા કાઢવા સાથે ચેકબુક ઇશ્યૂ કરાવવાનું મોંઘું થઈ જશે. બેન્કે ATMથી ઉપાડ, ચેકબુક, મની ટ્રાન્સફર અને નોન ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન પર સર્વિસ ચાર્જને સંશોધિત કરવાનો નિર્ણય લીધો છે.

SBIના નવા નિયમો લાગુ થયા બાદ જો તમે ATMથી પૈસા કાઢો છો તો માત્ર 4 વખતે જ ફ્રીમાં પૈસા ઉપાડી શકાશે. ATMમાંથી મહિનામાં 4 વખતથી વધારે વખતે પૈસા કાઢ્યા પછી તે SBIનું ATM હોય કે બીજી બેન્કનું દરેક ટ્રાન્ઝેક્શન પર 15 રૂપિયા સાથે GST ચૂકવવી પડશે. SBI પોતાના બેઝિક સેવિંગ ડિપોઝિટ અકાઉન્ટ હોલ્ડર્સને દર વર્ષે 10 પાનાંની ચેકબુક પણ આપશે. ત્યારબાદ જો તમે 10 પાનાંની ચેકબુક ઇશ્યૂ કરાવો છો તો તે માટે તમારે 40 રૂપિયા સાથે GST ચાર્જ આપવો પડશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો