મોરબી: જય અંબે ગ્રુપ દ્વારા વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તાઓમાં નળિયાનું વિતરણ કરાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-05-2021

મોરબીમાં કુદરતી આફતના સમયે લોકોની મદદ માટે મોખરે રહેતા જય અંબે સેવા ગ્રુપના પ્રમુખ અને ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા દ્વારા હાલમાં વાવોઝોડાગ્રસ્ત ગીર સોમનાથ જીલ્લામા ગીરગઢડા તાલુકામા જરૂરિયાતમંદ લોકોને 15 હજાર નળિયા તથા અમરેલી જીલ્લાના રાજુલા તાલુકામાં 25 હજાર નળીયા મોકલાવ્યા હતા. એટલુ જ નહીં પણ ત્યાં રૂબરૂ જઇને જરૂરિયાતમંદ લોકો સુધી નળીયા પહોંચે તેની વ્યવસ્થા પણ કરાવી હતી. આમ રાજ્યના જુદાજુદા બે જીલ્લામાં જય અંબે ગ્રુપ દ્વારા વાવોઝોડાગ્રસ્ત વિસ્તારમા કુલ મળીને 40 હજાર નળીયાનું વિતરણ કરવામાં આવ્યું હતુ અને માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરવામાં આવ્યું છે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો