સ્માર્ટફોન માટે જરૂરી કંપોનન્ટસના ભાવ વધતા સ્માર્ટફોન મોંઘા થશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-05-2021

દુનિયાભરના મોબાઈલ યૂઝર્સ માટે એ સમાચાર મોટો ઝટકો આપનારા છે કે સ્માર્ટફોન કંપનીઓ આવનારા સમયમાં પણ પોતાની મોબાઈલી કિંમતો વધારતી રહેશે. તમને લાગતું હશે કે બજેટ અને મિડ રેન્જ સ્માર્ટફોનની ડિમાન્ડ વધવાથી તેની કિંમત વધી રહી છે, પરંતુ એવું નથી. હકીકતમાં મોબાઈલ કંપનીઓ એટલે પોતાના ડિવાઈસીઝની કિંમતો વધારી રહી છે કે તેને બનાવવા માટે જે કોમ્પોનન્ટ્સની જરૂર પડે છે, તે સમયની સાથે મોંઘા થઈ રહ્યા છે અને તેના કારણે આવનારા સમયમાં મોબાઈલ્સની કિંમતો વધે તો નવાઈ ન પામતાં. ભારતમાં શાઓમી અને સેમસંગ જેવી કંપનીઓ સૌથી વધુ સ્માર્ટફોન વેચે છે.

મોબાઈલ કંપનીઓ પર એક પ્રકારે અપ્રત્યક્ષ રીતે ઓછા ભાવમાં સારા ફીચર્સવાળા મોબાઈલ્સ માર્કેટમાં ઉતારવાનું દબાણ રહે છે, જેનું સૌથી મોટું કારણ કોમ્પિટિશન છે. ભારતમાં સૌથી વધુ સ્માર્ટફોન્સ વેચતી કંપનીઓ શાઓમી, સેમસંગ, રિયલમી, પોકો, વિવો, ઓપ્પો, આઈટેલ, માઈક્રોમેક્સ, વનપ્લસ સહિત ઘણી અન્ય બજેટ અને મિડ રેન્જમાં એક એકથી ચડિયાતા સ્માર્ટફોન લોન્ચ કરે છે અને સમયની સાથે તેની ભાવ પણ ઓછા કરે છે અને તેના પર ઘણી પ્રકારની ઓફર્સ પણ આપતી રહે છે.

ગત એક-બે વર્ષમાં ડિમાન્ડ વધવાની સાથે મોબાઈલ્સ બનાવવા માટે જરૂરી કોમ્પોનન્ટ્સની કિંમતો પણ વધતી જઈ રહી છે. એવામાં સ્માર્ટફોન્સ કંપનીઓ પણ એવી દલીલો કરતી રહે છે કે, હવે તેમને મજબૂરીમાં મોબાઈલ્સના ભાવ આંશિક રીતે વધારવા પડી રહ્યા છે. આવનારા સમયમાં એમઆઈ, રેડમી, સેમસંગ, વિવો, ઓપ્પો, વનપ્લસ, પોકો, રિયલમી, માઈક્રોમેક્સ સહિત ઘણી અન્ય કંપનીઓના મોબાઈલના ભાવ વધે તો તમે આશ્ચર્યમાં ન મૂકાતા, કેમકે એવું થવાનું જ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો