એક ફૂંક મારતા જ ખબર પડી જશે કે કોરોના છે કે નહીં! 90 % રિઝલ્ટનો કરાયો દાવો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-05-2021

Covid Breath Test: કોરોના કાળમાં વાયરસનું સંક્રમણ જે ગતિએ વધી રહ્યું છે તેને અટકાવવા અને વાયરસની ઓળખ કરવા માટે દુનિયાભરમાં અલગ અલગ લેવલ પર રિસર્ચ થઈ રહ્યાં છે. આ દરમિયાન સિંગાપુરના એક વૈજ્ઞાનિકો અનોખું કોવિડ બ્રેથ ટેસ્ટ મશીન વિકસાવ્યું છે.

કોરોના કાળમાં વાયરસનું સંક્રમણ જે ગતિએ વધી રહ્યું છે તેને અટકાવવા અને વાયરસની ઓળખ કરવા માટે દુનિયાભરમાં અલગ અલગ લેવલ પર રિસર્ચ થઈ રહ્યાં છે. આ દરમિયાન સિંગાપુરના એક વૈજ્ઞાનિકો અનોખું કોવિડ બ્રેથ ટેસ્ટ મશીન વિકસાવ્યું છે. આ મશીનના શોધક ડો. જિયા ઝૂનાનનો દાવો છેકે, વ્યક્તિએ માત્ર એક ફૂંક મારવાની હોય છે, તેનો ટેસ્ટ થઈ જાય છે અને તેમણે વિકસાવેલાં ટેસ્ટીંગ મશીનમાં 90 ટકા સુધી સચોટ પરિણામ મળી જાય છે.

ભારતમાં કોરોનાના કેસ ખુબ ઝડપથી વધી રહ્યાં છે. પહેલી લહેર કરતા બીજી લહેર ખુબ જ ઘાતક સાબિત થઈ રહી છે. જેને કારણે ટેસ્ટીંગનું પ્રમાણ પણ વધ્યું છે. જોકે, સૌથી વધારે સમય કોરોનાના ટેસ્ટીંગમાં જ લાગી રહ્યો છે. આ સ્થિતિને વચ્ચે એક સારા સમાચાર આવ્યાં છે. સિંગારપોરના એક વૈજ્ઞાનિકે એવો દાવો કર્યો છેકે, તેમણે એવું મશીન વિકસાવ્યું છેકે, જેમાં માત્ર એક ફૂંક મારતા જ ખબર પડી જાય છેકે, વ્યક્તિને કોરોના છેકે, નહીં. અને તેમના મતે આ મશીન 90 ટકા સુધી સચોટ પરિણામ આપે છે. ઉલ્લેખનીય છેકે, RTPCR ટેસ્ટ ભારતમાં 24 કલાકથી લઈ 72 કલાક સુધી લેતા હતા.

કઈ રીતે લેવામાં આવે છે સેમ્પલ?: બ્રેથ સેમ્પલરમાં લાગેલુ માઉથ પીસ ડિસ્પોઝેબલ છે અને તે એક જ તરફ કામ કરે છે. એક વાર ફૂંક મારી દીધા બાદ તે હવા પાછી નથી આવતી કે ન તો એનામાંથી લાળ પાછી આવે છે કેમકે મશીનમાં વન વે વાલ્વ અને લાળ ટ્રેપ લાગેલું હોય છે.

નવા મશીનથી કઈ રીતે થાય છે ટેસ્ટીંગ?: આના  પર રિસર્ચ કરનારી નેશનલ યૂનિ.નો દાવો છે કે 180 દર્દીઓની તપાસ આવા નવા ટેસ્ટથી કરવામાં આવી અને 90% સુધી તેનું પરિણામ સટીક રહ્યું છે. ખાલી બ્રેથ એનેલાઈઝર(breath Analyser)માં કોરોનાનાં દર્દીએ ફૂંક મારવાની રહે છે. જેમણે આ શોધ કરી છે તેમણે જણાવ્યું કે દર્દી હવા બ્રેથ સેમ્પલરમાં નાખે છે ત્યારે તે માસ સ્પેક્ટ્રોમીટરમાં ભેગી થાય છે. આમાં હવામાં રહેલા કણનું એનાલિસિસ 1 મિનિટમાં કરી નાખવામાં આવે છે.

કઈ રીતે થાય છે કોરોનાના દર્દીની ઓળખ?: ડો.જિયા ઝૂનાન કે જેમણે આ વિકસિત કર્યું છે તે અને બ્રીથોનિક્સનાં CEOએ જણાવ્યું કે બિમારીઓનાં પ્રમાણમાં શ્વાસમાં પણ અલગ અલગ પ્રકારનાં ફેરફાર આવતા રહે છે. એટલે જ્યારે આ ટેસ્ટ કરવામાં આવે છે તેમાં જ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં જે ફેરફાર આવે છે તેનાથી તરત જાણી શકાય છે.

જોકે, ભારતમાં હજું આવા કોઈપણ પ્રકારના મશીનની સત્તાવાર રીતે કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી. જ્યાં સુધી ભારત સરકાર આવા કોઈપણ ટેસ્ટીંગ મશીનની મંજૂરી ન આપે ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ત્યાં સુધી તે જોખમી સાબિત થઈ શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો