જામનગરમાં સાયકલીંગ કલબના સભ્યો દ્વારા સ્વચ્છતા અભિયાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-05-2021

(હરીશ બુધ્ધભટ્ટી દ્વારા)જામનગર શહેરના અનેક વિસ્તારોમાં પ્લાસ્ટિકની કોથળીઓ સહિતનો કચરો જોવા મળે છે. અને આ રસ્તાઓ ઉપર સફાઇ કરવામાં આવતી હોય છે. શહેરની સાયકલીંગ કલબના સભ્ય દ્વારા સાયકલીંગની સાથે સાથે શહેરીજનોનું સ્વાસ્થ્ય જળવાઇ તે માટે સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવે છે. આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત રવિવારે સવારના સમયે જામનગર સાયકલીંગ કલબના સભ્ય દ્વારા વાલસુરા રોડ પર સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો