રાજ્યમાં આજથી રસીકરણ અભિયાનનો પ્રારંભ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-05-2021

રાજ્યમાં તૌકતે વાવાઝોડાને કારણે સ્થળાંતર થયેલાઓને આજેથી કેશડોલ ચૂકવવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. પુખ્ત વ્યક્તિને રૂપિયા 100 અને બાળકોને 60 રૂપિયા પ્રતિદિન અપાશે. આ ઉપરાંત આજથી વાવાઝોડાએ સર્જેલી તબાહીના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. તો રાજ્યમાં ફરી રસીકરણની કામગીરી પણ આજથી શરૂ થશે. 17મી મે બાદ વાવાઝોડાની સ્થિતિને કારણે રસીકરણ અટક્યું હતું. નવા દિશા નિર્દેશો પ્રમાણે આજથી ફરી 45 વર્ષથી વધુ વયના નાગરિકોને રસી આપવામાં આવશે. જ્યારે 18થી 44 વર્ષના નાગરિકોને રજીસ્ટ્રેશન પ્રમાણે રસી અપાશે.

મુખ્યમંત્રીએ તૌકતે વાવાઝોડાની અસર બાદ ગુજરાતમાં ફરી રસીકરણ શરૂ કરવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં 20મે થી ફરી રસીકરણ શરૂ થઈ જશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, જ્યાં પહેલા આશરે 30 હજાર લોકોનું રસીકરણ થતું હતું. ત્યાં હવે 50 હજાર લોકોનું રસીકરણ કરાશે. તો સાથે કહ્યું કે, નવી ગાઈડલાઈનના આધારે પ્રથમ ડોઝ લીધા પછીના 85 દિવસ પછી બીજો ડોઝ આપવામાં આવશે.

મહત્વનું છે કે, રાજ્યમાં ફરી રસીકરણની કામગીરી 20 મેથી શરૂ થશે. 14મી મે બાદ 45 વર્ષથી વધુની ઉંમરનાનું રસીકરણ બંધ થયું હતું. નવા દિશાનિર્દેશો પ્રમાણે આવતીકાલથી રસીકરણ

કરવામાં આવશે. 17મી મે બાદ વાવાઝોડાની સ્થિતિને કારણે રસીકરણ અટક્યું હતું. આવતીકાલથી ફરી 45 વર્ષથી વધુ વયના નાગરિકોને રસી મળશે. કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 12 થી 16 સપ્તાહ વચ્ચે મળશે. 18થી 44 વર્ષના નાગરિકોને રજીસ્ટ્રેશન પ્રમાણે રસી મળી શકશે.

રાજ્ય સરકારોને આગોતરા આયોજનનો આદેશ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને આ અંગે લેખિતમાં જાણકારી આપવામાં આવી છે. રાજ્યોને જણાવાયું છે કે તમામ રાજ્યોને કોરોનોની વેક્સિન કોવિશિલ્ડ, કોવેક્સિન મે અને જુનના પહેલા 15 દિવસમાં મળી જશે. તેનાથી રાજ્ય સરકારો, પ્રાઈવેટ હોસ્પિટલો સરળતાથી વેક્સિનેશનનું કામ આગળ ચલાવી શકશે. સૂત્રોના જણાવ્યાનુસાર, 1 મે થી 15 જુન વચ્ચે ભારત સરકાર તમામ રાજ્યોને 5.86 કરોડ વેક્સિન ડોઝ મફતમાં ઉપલબ્ધ કરાવશે. તે ઉપરાંત જુનના અંત સુધીમાં વેક્સિન નિર્માતાઓ પાસેથી 4.87 કરોડના વધારાના ડોઝ પણ ઉપલબ્ધ રહેશે જે રાજ્ય સરકાર અથવા પ્રાઈવેટ હોસ્પિટલ તેની જરુરીયાત પ્રમાણે વેક્સિન નિર્માતાઓ પાસેથી ખરીદી શકશે. ઉલ્લેખનીય છે કે જિલ્લાધિકારીઓ સાથેની મીટિંગમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે રાજ્યોને 15 દિવસ એડવાન્સમાં કોરોનાની વેક્સિન મળી રહે તે માટેના તમામ પ્રયાસો ચાલુ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો