ગુજરાતમાં કોરોનાની ‘પિક’ પૂરી

15 જૂન સુધીમાં કોરોનાનો દૈનિક આંક ફકત 1000 જેટલો થઈ જશે: ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના પ્રોફેસરની સૌથી રાહતરૂપ જાહેરાત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-05-2021

ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. હવે વધુ રાહતના સમાચાર એ છે કે 15 જૂન સુધીમાં ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસ 1 હજારથી પણ વધુ ઘટી શકે છે તેમ ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ટેક્નોલોજીના ગાણિતિક અભ્યાસમાં સામે આવ્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેક્નોલોજીના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલ દ્વારા કોરોનાની સ્થિતિના અનુમાન અંગે સૂત્ર મોડેલ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જેના અનુસાર ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, હરિયાણા, પંજાબ, જમ્મુ કાશ્મીર એવા રાજ્યો છે જ્યાં કોરોના પીક પસાર કરી ચૂક્યો છે. જોકે, તામિલનાડુ, પશ્ચિમ બંગાળમાં હજુ પીક આવવાની બાકી છે. સમગ્ર દેશમાં આગામી 31 મે સુધીમાં 1.50 લાખથી જેટલા કેસ નોંધાતા હશે.

ગુજરાતની વાત કરવામાં આવે તો હાલમાં ઘટી રહેલા કોરોનાના કેસનો ક્રમ આગામી દિવસોમાં પણ યથાવત્ રહેશે. જેના ભાગરૂપે અમદાવાદમાં 31 મે સુધીમાં દરરોજના 2500થી ઓછા જ્યારે 15 જૂન સુધીમાં દરરોજના 1 હજારથી પણ ઓછા કેસ નોંધાતા હશે. આમ, ગુજરાતમાં આગામી દિવસોમાં કોરોનાના કેસમાં રાહત મળે તેની પૂરી સંભાવના છે. પ્રો. અગ્રવાલના મતે સમગ્ર દેશમાં કોરોનાની સેકન્ડ વેવની તીવ્રતામાં ઘટાડો થઇ ગયો છે અને ભારતની વસતીનો મોટા હિસ્સાએ નૈસર્ગિક રીતે રોગપ્રતિકારકશક્તિ વધારી છે. અમારા આ મોડેલમાં હજુ કોરોનાની થર્ડ વેવનો સમાવેશ કરાયો નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો