વાવાઝોડાની સંભાવનાને પગલે તા. 17-18 મેએ રાજ્યમાં વેક્સીનેશનની કામગીરી બંધ રહેશે

મુખ્યમંત્રીએ બે દિવસ દરમિયાન રાજ્યની જનતાને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-05-2021

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાનો ખતરો રહેલો છે જેને ધ્યાનમાં રાખતા સમગ્ર રાજ્યમાં તારીખ 17 અને 18 મેએ એટલે કે સોમવાર અને મંગળવારે કોરોના વેક્સીનની કામગીરી બંધ રહેશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં રાખતા વહિવટી તંત્રની સજ્જતાની સમીક્ષા કરી હતી અને ત્યારબાદ આ નિર્ણય જાહેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ વાવાઝોડાથી ઊભી થનારી સંભવિત કામગીરી માટે સ્ટેન્ડ-ટુ રાખવામાં આવ્યા છે જેથી બે દિવસ દરમિયાન તમામ જૂથમાં વેક્સીનેશન બંધ રાખવામાં આવ્યું છે.

અગાઉ હવામાન ખાતાએ જણાવ્યું હતું કે તૌકતે વાવાઝોડું ખૂબ જ ભીષણ ચક્રવાતી તોફાનમાં બદલાઈ ગયું છે અને હવે ગુજરાત કાંઠા તરફ આગળ વધી રહ્યું છે. ભારત હવામાન ખાતા (આઈએમડી) એ રવિવારે જણાવ્યું હતું કે, 17 મેની સાંજ સુધીમાં તે ઉત્તર પશ્ચિમ તરફ ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે. 18મીએ બપોરે પોરબંદર અને મહુવા વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાને પાર કરતું આગળ વધશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો