માસ્ક વગર 1000 રૂપિયાનો દંડ ફટકારનારા અધિકારીઓ મેયર અને PI પાસેથી દંડ લેશે? નિયમો માત્ર નાગરિકો માટે જ છે?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-05-2021

અમદાવાદ, શહેરનાં નરોડા વિસ્તારમાં ગઇકાલે મેડિકલ સ્ટોરનાં ઉદ્ધાટનમાં અમદાવાદના પ્રથમ નાગરિક મેયર કિરીટ પરમાર અને રખિયાલ પોલીસ સ્ટેશનનાં પી.આઇ વી.જે રાઠો માસ્ક વગર ફોટો પડાવતા જોવા મળ્યા હતા. એક તરફ જ્યારે સામાન્ય નાગરિકને પોલીસ અને કોર્પોરેશન જો સ્હેજ પણ માસ્ક નીચે હોય તો 1000 રૂપિયાનો મેમો આપે છે. ત્યારે શું પોલીસ અધિકારી અને નેતા દંડ ભરશે? હાલ આ મુદ્દે ભારે અવઢવ જોવા મળી રહી છે.

શહેરનાં નરોડા વિસ્તારમાં ગઇકાલે મેડિકલ સ્ટોરનાં ઉદ્ધાટનમાં અમદાવાદના પ્રથમ નાગરિક મેયર કિરીટ પરમાર અને રખિયાલ પોલીસ સ્ટેશનનાં પી.આઇ વી.જે રાઠો માસ્ક વગર ફોટો પડાવતા જોવા મળ્યા હતા. એક તરફ જ્યારે સામાન્ય નાગરિકને પોલીસ અને કોર્પોરેશન જો સ્હેજ પણ માસ્ક નીચે હોય તો 1000 રૂપિયાનો મેમો આપે છે. ત્યારે શું પોલીસ અધિકારી અને નેતા દંડ ભરશે? હાલ આ મુદ્દે ભારે અવઢવ જોવા મળી રહી છે.

આ અંગે જ્યારે PI જે.વી રાઠોડને પુછતા તેમણે જણાવ્યું કે, આ મુદ્દે હું દંડ ભરવા તૈયાર છું, પરંતુ પોલીસને દંડ આપવો કે કોર્પોરેશનમાં દંડ ભરવો હજી અસમંજસમાં છું. જ્યારે શહેરનાં પ્રથમ નાગરિક એવા મેયર કિરીટ પરમારે જણાવ્યું કે, જો દંડ ભરીશ તો આ મુદ્દે તમને જાણ કરવામાં આવશે, તેવો વ્યંગાત્મક રીતે જણાવ્યું હતું.

એક તરફ પોલીસ અને કોર્પોરેશન શહેરનાં નાગરિકો માસ્ક વગર જોવા મળે તો તત્કાલ 1000 રૂપિયાનો મેમો ફાડી દેતા હોય છે જો કોઇ વિરોધ કરે તો સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવે છે. શુક્રવારે અમદાવાદનાં પ્રથમ નાગરિક એવા કિરીટ પરમારે એક મેડિકલ સ્ટોરનાં ઉદ્ધાટનમાં હાજર રહ્યા હતા. જ્યાં રખિયાલ પીઆઇ જે.વી રાઠોડ સહિત અન્ય પોલીસ સ્ટેશનમાં PI પણ હાજર હતા.

જો કે આ મુદ્દે રખિયાલ પીઆઇએ પોતાની ભુલ સ્વિકારી હતી પરંતુ મેયરે પોતાનાં બચાવાં કહ્યું કે, ઉધ્ધાટન થયા બાદ ફોટો પડાવવા માટે એક મિનિટ માટે ફોટો પડાવવા નીચે ઉતાર્યું હતું. ત્યાં લોકોની ભીડ પણ નહોતી. તો તેવામાં શું ભીડ હોય તો જ માસ્ક પહેરવું તેવો નિયમ છે તેમ પુછવામાં આવતા તેમણે ફોન કટ કરી દીધો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો