મોરબી સિવિલ હોસ્પિટલમાં ગંદકીના કારણે દર્દીના સગાને ભોગવવી પડતી હાલાકી

કોરોના કાળમાં તંત્ર ગંદકી દૂર કરવાને બદલે તંત્ર મૌન ધારણ કરી બેઠું!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-05-2021

મોરબીમાં કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને હજુ પણ સ્થિતિ નિયંત્રણમાં નથી સિવિલ હોસ્પિટલમાં અનેક દર્દીઓ સારવાર લઇ રહ્યા છે અને દર્દીના પરિવારજનો હોસ્પિટલ દોડાદોડી કરી રહ્યા છે ત્યારે હોસ્પિટલમાં દરેક ખૂણા ગંદકીથી ભરચક્ક જોવા મળે છે

મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીની સારવાર ચાલી રહી છે એટલું જ નહિ રસીકરણ અભિયાન પણ ચાલતું હોય ત્યારે મોરબીની સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં જ્યાં નજર કરો ત્યાં ગંદકી જ જોવા મળે છે

હોસ્પિટલનો એકપણ ખૂણો એવો નથી જ્યાં ગંદકીના ગંજ ખડકાયેલા ના હોય. સિવિલ હોસ્પિટલમાં આટલા દર્દીઓ સારવાર લેતા હોય તેમજ દર્દીના પરિવારના સભ્યો મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે આવી બેફામ ગંદકીથી રોગચાળો વધુ ના વકરે તો થાય શું સિવિલ હોસ્પિટલની બેફામ ગંદકી છતાં જવાબદાર તંત્ર મૌન જોવા મળે છે અને બેફામ ગંદકીના ગંજ ચોતરફ જોવા મળે છે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો