બંગાળની હિંસાના બેનર કરતા મોઘવારીના બેનર લઇને ઉભા રહો, પેટ્રોલ ડીઝલના ભાવ વધતા લોકો અકળાયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-05-2021

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતા જ ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા લાગ્યા છે. બુધવાર બાદ ગુરુવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો થયો છે. આજે અમદાવાદમાં પેટ્રોલના ભાવ 87.96 અને ડીઝલના ભાવ 87.53 થયા છે. નવી કિંમતે રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે. પેટ્રોલ, ડીઝલ (Petrol Diesel Price)ના વધતા ભાવોએ ફરી એકવાર સામાન્ય માણસની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સરકારી તેલ કંપનીઓએ આજે ​​સતત ત્રીજા દિવસે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે.

18 દિવસ બાદ સતત ત્રણ દિવસથી ભાવ વધારો: આજે પેટ્રોલ 87.96 અને ડિઝલ 87.53 રૂપિયામાં વેચાણ થતાં લોકો પરેશાન બન્યા હતા. હાલ કોરોના મહામારીમાં દરેક વસ્તુઓના ભાવ વધી ગયા છે એમાં બેરોજગારી પણ થઈ રહી છે. ગયા વર્ષે ઓગસ્ટ બાદ વેપાર-ધંધા ફરી ધમધમતા થતા એક આશા જાગી હતી કે બધું પહેલા જેવું થઈ જશે પણ આ તો સ્થતિ વધારે ખરાબ થઈ ગઈ છે. જેના માટે જવાબદાર મેચ અને રાજકીય રેલીઓ છે. બંગાળની હિંસાને લઇને ભાજપના નેતાઓ હાથમાં બેનર લઈને ઉભેલા જોવા મળે છે. જે મૂર્ખતાનું પ્રદર્શન કરે છે. અહી લોકો મરે છે, બેડ નથી, ઓક્સિજન નથી અને બંગાળની હિંસાને લઇને ગુજરાતમાં લોકજુવાળ ઊભો કરવાનો પ્રયત્ન કરે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો