PUBG રસીકો આનંદો: નવી ગેમ એકદમ રોમાંચક હશે, અહીં જાણો તમામ વિગતો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-05-2021

PUBG મોબાઈલના લાખો ચાહકો માટે આ સમાચાર ખૂબ મોટા છે. કંપની દ્વારા તેના સત્તાવાર ફેસબુક પેજ પર આ ગેમનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે

મોબાઈલ ગેમના ચાહકોની આતુરતાનો અંત આવી ગયો છે. લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ PUBG MOBILE GAME નવા નામ સાથે ભારતમાં લૉન્ચ થવા જઈ રહી છે. કંપની દ્વારા તેના સત્તાવાર ફેસબુક પેજ પર આ ગેમનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. Battleground mobile indiaના નામથી આ ગેમ લોન્ચ થશે તેવું આ પોસ્ટર પરથી જણાઈ આવે છે. જોકે, ગેમ કઈ તારીખે લોન્ચ થશે તે અંગે કંપનીએ હજુ કોઈ ફોડ પાડ્યો નથી. પરંતુ PUBG મોબાઈલના લાખો ચાહકો માટે આ સમાચાર ખૂબ મોટા છે.

શું છે નવી જાહેરાત? : તાજેતરમાં મળેલા અહેવાલ મુજબ battle royale ગેમ PUBG Mobile India હવે Battleground Mobile India નામે રિલૉન્ચ થશે. કંપનીની સત્તાવાર ફેસબુક પોસ્ટ ઉપરથી ગેમ Battleground Mobile Indiaના નામે રિલીઝ થશે તે વાત હવે પાક્કી થઈ ગઈ છે. અલબત્ત અપલોડ કર્યાના કેટલાક કલાકમાં જ કંપનીએ પોસ્ટરને હટાવી લીધું હતું.

પોસ્ટરમાં લખ્યું છે Coming Soon…: સત્તાવાર પોસ્ટરમાં ગેમ અંગે Coming Soon લખેલું જોવા મળે છે. કંપનીની સોશિયલ મીડિયા પ્રોફાઈલ ઉપર પણ Battleground mobile Indiaના પોસ્ટર લગાવાયા છે. યુટ્યુબ પેજ અને ફેસબુકના પ્રોફાઈલ પિક્ચરમાં નવા પોસ્ટર Coming soon સાથે જોવા મળે છે. જ્યારે ટ્વિટર પર કંપનીએ જૂનું જ પ્રોફાઈલ પિક રાખ્યું છે.

ભારતમાં લાગી ચુક્યો છે પ્રતિબંધ: ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 69A હેઠળ PUBG સહિત અનેક ચાઈનીઝ એપ્લિકેશનને ભારતમાં પ્રતિબંધિત કરી દેવાઈ હતી. આ પ્રતિબંધ આજે પણ અમલમાં છે. PUBG સિવાયની અન્ય કોઇ એપ્લિકેશને ભારતમાં ફરીથી પ્રવેશ માટે વધુ પ્રયાસો કર્યા નથી. PUBG મોબાઇલ ગેમની ડેવલોપર કંપની Crafton તથા કેન્દ્ર સરકાર વચ્ચે અનેક તબક્કામાં વાતચીત થઈ છે. આ વાતચીત ભારતમાં ગેમને ફરીથી લોન્ચ કરવા સંબંધિત હતી. ગેમને ફરીથી લોન્ચ કરવા માટે ભારત સરકારે વ્યક્ત કરેલી ચિંતા ઉપર કંપનીએ ધ્યાન આપવું પડશે.

પ્રાઈવાસીનો પ્રશ્ન સૌથી મોટો: નવી ગેમ ખાસ ભારત માટે લોન્ચ થશે તેવી જાહેરાત કંપની દ્વારા કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા ઉઠાવાયેલા સવાલો પણ કંપની ધ્યાનમાં લેશે. PUBG મોબાઈલના રીલોન્ચ ટ્રેલરમાં ડેટા અને ગોપનીયતા સૌથી મોટી પ્રાથમિકતા હશે તેવુ બતાવાયું હતું. અલબત્ત હજુ સુધી Battle royale ગેમના રિલૉન્ચ અંગે કોઈ બાબત નિશ્ચિત નથી. આ ગેમની દરેક અપડેટ જાણવા માટે સાથે જોડાયેલા રહો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો