કોરોનાથી બચવા માટે આયુષ મંત્રાલયે બતાવ્યો ઉપાય, વધશે ઈમ્યુનિટી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-05-2021

કોરોનાથી બચવા માટે હેલ્થ એક્સપર્ટ્સ દરેકને કોવિડ-19 ઉપયુક્ત ખોરાક ખાવાની સલાહ આપે છે. તે સિવાય સંક્રમણથી બચવા માટે ઈમ્યુનિટી મજબૂત બનાવી રાખવા પર પણ જોર આપવામાં આવ્યું છે. આયુષ મંત્રાલયે કોરોનાથી બચવા માટે કેટલાંક ઉપાયો જાહેર કર્યા છે, જે ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. આ ઉપાયોને આયુર્વેદમાં ઘણા કારાગાર માનવામાં આવ્યા છે. તો ચાલો જોઈ લઈએ તે અંગે.

આયુષ મંત્રાલયે દરેક લોકોને ગરમ પાણી પીવાની સલાહ આપી છે. દિવસ દરમિયાન ગરમ પાણી પીવું જોઈએ. તે સિવાય ગરમ પાણીમાં ચપટી મીઠું અને હળદર નાખીને કોગળા કરવા જોઈએ.

ઘરે બનાવેલું તાજુ ખાવાનું ખાઓ. ખાવાનું એવું હોવું જોઈએ જે સરળતાથી પચી જાય. ખાવામાં હળદર, જીરું, કોથમીર, આદુ અને લસણ જેવા મસાલાનો ઉપયોગ કરો. આમળા અથવા તેનાથી બનેલી પ્રોડક્ટ ખાવી જોઈએ.

આયુષ નેશનલ ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલ મંત્રાલયની સલાહ પ્રમાણે રોજના ઓછામાં ઓછા 30 મિનિટ માટે યોગ, પ્રાણાયામ અને મેડિટેશન કરવાની કોશિશ કરવી જોઈએ. તે સિવાય સારી ઊંઘ લો. દિવસમાં ઊંઘવાથી બચવું અને રાતે 7-8 કલાકની સારી ઊંઘ લો.

ઈમ્યુનિટી વધારવા માટે બે વખત 20 ગ્રામ ચ્યવનપ્રાશ સવારે-સાંજે ખાલી પેટે હુંફાળા પાણી સાથે લેવું જોઈએ. હળદરવાળું દૂધ પીઓ. તેને બનાવવા માટે 150 ગ્રામ દૂધમાં અડધી ચમચી હળદર નાખીને મિક્સ કરીને પીઓ. દિવસમાં એક અથવા બે વખત પીઓ.

તે સિવાય તમે ગુડુચી ઘનવટી 500 મિલી/અશ્વગંધા 500 મિલી દરરોજ બે વખત ખાધા પછી હુંફાળા પાણી સાથે લઈ શકો છો.

તુલસી, તજ, સૂંઠ અને મરી નાખીને બનાવેલી હર્બલ ટી અથવા કાઢો પીઓ. તે માટે બધી સામગ્રીને 150 એમએલ ગરમ પાણીમાં નાખીને ઉકાળી લો. પછી તેને ગાળીને દિવસમાં બે વખત પીવી જોઈએ. આમાં તમે તમારા સ્વાદ પ્રમાણે ગોળ, કિશમિશ અને એલચી નાખી શકો છો.

સવારે સાંજે નાકમાં તલનું તેલ, નારિયેળનું તેલ અથવા ગાયનું ઘી નાખો. દિવસમાં એક અથવા બે વખત ઓઈલ પુલિંગ થેરપી કરો. તેના માટે 1 ચમચી તેલ મોઢામાં લો. 2-3 મિનિટ સુધી મોઢામાં ચારેબાજુ ફેરવ્યા પછી થૂંકી દો. પછી ગરમ પાણીથી કોગળા કરી લો.

સૂકાયેલા કફમાંથી રાહત પામવા માટે સ્ટીમ લો. તમે સાદા પાણીથી અથવા ગરમ કરેલા પાણીમાં ફૂદીનાના પાંદડા, અજમો અથવા કપૂર પણ નાખીને સ્ટીમ લઈ શકો છો. દિવસમાં એક વખત જરૂર સ્ટીમ લો.

લવિંગ અથવા મુલેઠી પાવડરને ખાંડ અથવા મધ સાથે મિક્સ કરીને દિવસમાં 2-3 વખત ખાવું જોઈએ. તેનાથી ખાંસી અને ગળાની ખારાશ ઓછી થાય છે.    

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો