કોરોના વળગતા BCCI ફફડ્યું, IPLઅંતે અચોક્કસ સમય સુધી સ્થગિત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-05-2021

એક ડઝનથી વધુ ખેલાડીને કોરોના વળગતા IPL અચોક્કસ સમય સુધી રદ્દ કરાઈ છે, સ્થિતિ થાળે પડ્યા બાદ નવી તારીખો અંગે થશે નિર્ણય કરવામાં આવશે, દેશમાં ચાલતી કોરોના મહામારીના કારણે આ સિઝનની ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સસ્પેન્ડ કરવાામં આવી છે. આ વિશે બીસીસીઆઈના રાજીવ શુક્લાએ ટ્વીટ કરીને માહિતી આપી છે. આઈપીએલની વિવિધ ટીમોના કુલ એક ડઝન જેટલા ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત થતા અંતે આઈપીએલ સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. નવી તારિખો હવે સ્થિતિ અનુકુળ થયા બાદ જાહેર કરવામાં આવનાર છે. ગઈકાલ સુધીમાં કુલ 29 મેચ રમાયા છે.

આઈપીએલ-2021ની શરૂઆત પહેલા જ ઘણા ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. કોલકાતા નાઈટ રાઇડર્સના નીતીશ રાણા, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના દેવદત્ત પડિક્કલ, દિલ્હી કેપિટલ્સના અક્ષર પટેલ, એનરિચ નોર્ખિયા અને ડેનિયલ સિમ્સને પણ સંક્રમિત થઈ ચૂક્યા હતા.

હકીકતમાં આજે રમાનારી મુંબઈ-સનરાઈઝર્સ મેચ વિશે પણ પહેલેથી ચિંતા હતી જ. કારણકે મુંબઈ ઈન્ડિયન્સે શનિવારે સીએસકે સામે મેચ રમી હતી અને મેચ દરમિયાન બાલાજી તેમની સાથે ઘણીવાર સંપર્કમાં આવ્યા હતા. અને હવે સનરાઈઝર્સના ઋદ્ધિમાન સાહા પણ કોરોના પોઝિટિવ હોવાની વાત સામે આવી છે. કેકેઆરના વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર પહેલાં જ પોઝિટિવ નોંધાયા છે. આ અગાઉ કોરોનાને કારણે રવિચંદ્રન અશ્વિન સહિત 4 ખેલાડીઓ આઈપીએલ 2021થી દૂર થઈ ચૂક્યા હતા. દિલ્હીના દિગ્ગજ ખેલાડી અશ્વિન કૌટુંબિક કારણોને લીધે લીગમાંથી દૂર થવાનું નક્કી હતું. તેમના સિવાય ત્રણ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો પણ આ સિઝન છોડી ચૂક્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો