UIDAI એ આધારકાર્ડની સમસ્યા દૂર કરવા 1947 હેલ્પલાઈન નંબર જારી કર્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-05-2021

જો તમને આધારકાર્ડ સાથે જોડાયેલી કોઇ સમસ્યા નડી રહી હોય તો હવે ચપટી વગાડતાજ તમારી સમસ્યા દૂર થઇ જશે. એક ફોન કરશો અને તમારી સમસ્યા ગઇ સમજો. UIDAI ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. આ હેલ્પલાઇન નંબર 1947 છે. આ નંબરને યાદ રાખવો ખુબજ સરળ છે. કેમકે તે એ વર્ષ છે જ્યારે આપણો દેશ આઝાદ થયો હતો. 1947 નંબર ફ્રી છે તેના પર તમે ચોવીસ કલાક આઇવીઆરએસ મોડ પર કોલ કરી શકો છો. આ હેલ્પલાઇન નંબર લોકોના આધાર નામાંકન કેન્દ્ર, નામાંકન કરવા અને આધાર નંબર સહિતની તમામ જાણકારીઓ પ્રાપ્ત કરી શકો છો. જો તમારૂ આધારકાર્ડ ખોવાઇ ગયુ છે તો આ સુવિધાની મદદથી જાણકારી મેળવી શકશો.

UIDAIએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. માહિતી આપતા કહ્યું કે આધાર હેલ્પલાઈન દિવસના 24 કલાક, અઠવાડિયાના સાત દિવસ ઉપલબ્ધ છે. કોલ કરો 1947

આ સુવિધા આઈવીઆરએસ દ્વારા 24 * 7 ઉપલબ્ધ કરાવી શકાય છે. એજન્ટ સાથે વાત કરવા માટે: સોમવારથી શનિવાર સવારે 7 થી 11 વાગ્યા સુધી અને રાષ્ટ્રીય રજાઓને બાદ કરતા રવિવારે સવારે 8 થી સાંજના 5 સુધી આ સેવાનો ફાયદો ઉઠાવી શકો છો.

આધારને લગતી દરેક સમસ્યાનું સમાધાન લાવવા UIDAI એ એક 1947 હેલ્પલાઇન નંબર આપ્યો છે. તમારી સમસ્યાઓ જણાવવા તેને કોલ કરી શકો છો. આધારની આ સેવા 12 ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ 12 ભાષાઓમાં હિન્દી, અંગ્રેજી, તેલુગુ, કન્નડ, તામિલ, મલયાલમ, પંજાબી, ગુજરાતી, મરાઠી, ઉડિયા, બંગાળી, આસામી અને ઉર્દૂનો સમાવેશ થાય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો