સુપ્રિમની ચૂંટણી પંચને ફટકાર: મિડીયાને કોર્ટમાં રિપોર્ટીંગ કરતા રોકી ન શકાય

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-05-2021

લોકશાહીની જ જાગીર ગણાતા ન્યાયતંત્રે ચોથી જાગીર (મીડિયા)ની તરફેણ ચૂંટણી પંચને ફટકારી લગાવી હતી. સુપ્રિમ કોર્ટે ચૂંટણી પંચને સાફ સાપ સંભળાવી દીધુ હતું કે અદાલતો દ્વારા કરવામાં આવેલી મૌખિક ટીપ્પણીઓનાં રિપોર્ટીગથી મિડીયાને રોકી નથી શકાતું.ન્યાયમુર્તિ ડી.આઈ. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી પીઠે આ વાત મદ્રાસ હાઈકોર્ટ દ્વારા ઈલેકશન કમિશન ટીપ્પણીને પડકાર આપનારી મતદાન પેનલની અરજી પર સુનાવણી દરમ્યાન આ વાત કરી હતી. ખરેખર તો કોરોના સંક્રમણની બીજી ઘાતક લહેર દરમ્યાન રાજનીતિક રેલીઓને મંજુરી આપવા માટે મદ્રાસ હાઈકોર્ટે ભારતના ચૂંટણી પંચને મોટી ફટકાર લગાવી હતી.

સુપ્રિમ કોર્ટે સુનાવણી દરમ્યાન કહ્યું હતુ કે આપની સંસ્થા કોવીડ-19 ની બીજી લહેર માટે એકલી જવાબદાર છે.ઉલ્લેખનીય છે કે મદ્રાસ હાઈકોર્ટે કહ્યું હતું કે ચૂંટણી પંચનાં અધિકારીઓ પર હત્યાનાં આરોપસર કેસ દાખલ કરવામાં આવે.ચૂંટણી પંચ તરફથી વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ રજુઆત કરી હતી. સુપ્રિમ કોર્ટમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે મીડીયાને અદાલતની મૌખિક ટીપ્પણીઓના રિપોર્ટીંગની મંજુરી ન આપવામાં આવે અને અદાલતમાં મૌખિક ટીપ્પણીઓનાં આધાર કોઈ આપરાધિક ફરીયાદ ન દાખલ કરવામાં આવે અને અદાલતમાં મૌખિક ટીપ્પણીઓના આધાર કોઈ આપરાધીક ફરિયાદ ન દાખલ કરવામાં આવે. જેના જવાબમાં ન્યાયમુર્તિ ચંદ્રચુડે જણાવ્યું હતું કે અમે એ ન કહી શકીએ કે મીડિયા અદાલતમાં થતી ચર્ચાનો રિપોર્ટ ન કરે. જે ચર્ચા થાય છે તે ન્યાયાલયનાં અંતિમ આદેશનાં રૂપમાં જાહેર હિતમાં થાય છે.

અદાલતમાં ચર્ચા બાર અને બેન્ચ વચ્ચે એક સંવાદ છે. મીડીયા આ પ્રક્રિયાની પવિત્રતાની રક્ષા કરવા માટે એક શકિતશાળી પ્રહરી છે. ન્યાયમુર્તિ ચંદ્રચુડે કહ્યું હતું. અમે હાઈકોર્ટનું અવમુલ્યન નથી કરવા માંગતા. તે આપણી લોકશાહીનો મહત્વનો સ્તંભ છે.સુપ્રિમ કોર્ટે ચૂંટણી પંચને ફટકાર લગાવી હતી કે લોકશાહીમાં મીડિયા શકિતશાળી પ્રહરી છે. હાઈકોર્ટમાં ચર્ચાનું રિપોર્ટીંગ કરતા મીડિયાને કયારેય રોકી નહિં શકાય. ચૂંટણી પંચની અપીલ જરાપણ સાચી નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો